• અમદાવાદના ચકચાર ધાટલોડિયાના ડબલ મર્ડર કેસ બાદ, વધુ એક વૃદ્ધની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે
  • કોઈ અજાણી વ્યક્તિ વૃદ્ધના ઘરમાં ઘસી આવી તીક્ષ્ણ હથિયાર ફેરવી ગઈ
  • વૃદ્ધના ઘરમાં ચોરી થઈ હોવાનું પણ જાણવા મળ્યુ છે
  • સાબરમતી પોલીસે બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

WatchGujarat.  અમદાવાદમાં ગુનાખોરી વધી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ખાસ કરીને વૃદ્ધો માટે શહેર અસલામત હોવાની પ્રતિતી થાય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. અમદાવાદના સાબરમતી વિસ્તમાં રહેતા વૃદ્ધની તેના ઘરમાં જ તીક્ષણ હથિયાર વડે હત્યા કરી દેવાની ઘટના સામે આવી છે. જેને પગલે શહેરમાં વસતા વૃદ્ધોમાં ભયની લાગણી જોવા મળી રહી છે. આ પ્રકારની ઘટનાઓ સામે આવવાને કારણે વૃદ્ધો માટેની સુરક્ષા માટે હજી વધારે પ્રયત્નો કરવા પડશે તેવું હાલ તબક્કે લાગી રહ્યું છે. પોલીસે સમગ્ર ઘટનાની નોંધ લઇ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાઉ દસેક દિવસ પહેલાજ દિવાળીના ટાણે અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિના ઘરમાં ઘુસેલા મુળ ઝારખંડના રહેવાસી માત્ર મનમાં રહેલા એક ડરના કારણે કે વૃદ્ધ તેઓને જોઈ બુમાબુમ ન કરી મુકે તેના કારણે તેઓને બહેરેમીપુર્વક વૃદ્ધ દંપત્તિના ગળે તીક્ષ્ણ હથિયારાના ઘા ઝીંકી મોતના ઘાટ ઉતારી દિધા હતા. એક પછી એક આવી ઘટાના શહેરમાથી સામે આવતા અમદાવાદ પોલીસની કામગીરી ઉપર ઘણા સવાલો ઉઠી રહ્યા છે.

અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં ઠાકોર વાસમાં રહેતા 62 વર્ષીય દેવેન્દ્ર રાવત નામના વૃદ્ધનો મૃતદેહ લોહીના ખાબોચિયામાં પડેલો મળી આવ્યો હતો. કોઈ અજાણી વ્યક્તિએ દેવેન્દ્રભાઈના ગળે બહેરેમીપુર્વક તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી તેઓને મોતના ઘાટ ઉતારી દિધા હતા. જોકે આ બનાવની જાણ થતાની સાથે જ સાબરમતી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યાં તપાસ દરમિયાન દેવેન્દ્રભાઈના ઘરમાંથી સોનાની ચેન, મોલાઈલ, તથા બાઈક ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

હાલ મર્ડરના બનીવને લઈ સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે બીજી બાજુ આ ઘટના લૂંટના ઈરાદે થઈ હોય તે પણ નકારી શકાય તેમ નથી. જોકે આ પ્રકારનો આ બીજો બનાવ અમદાવાદમાંથી સામે આવ્યો છે, જેમાં અમદાવાદ પોલીસની કામગીરી ઉપર અનેક પ્રકારના સવાલો ઉભા થયા છે.

Facebook Comments Box

Videos

Our Partners