• અમદાવાદના વિરાટનગરમાં 4 લોકોની સામૂહિક હત્યાનો કેસ
  • સરપ્રાઇઝ આપવાના બહાને પત્નીનાં આંખે પાટા બાંધીને કરાઈ હત્યા
  • અનૈતિક સંબંધોના કારણે હત્યા કરી
  • પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને MP બોર્ડર પરથી ઝડપી પાડયો

WatchGujarat. અમદાવાદ શહેરના ઓઢવ વિસ્તારના વિરાટનગરમાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં મંગળવારે મોડી સાંજે એક જ પરિવારના 4 લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ કેસમાં ઘરના મોભી એવા વિનોદ મરાઠી ગુનેગાર હોવાની આશંકા સેવાઈ રહી હતી. જે હત્યાકાંડને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જો કે આખરે તેની ધરપકડ થઈ ગઈ છે. પત્નીને સરપ્રાઇઝ આપવાના બહાને વિનોદે આંખે પાટા બાંધી ચાકુના ઘા મારી પતાવી દીધી હતી. ત્યારપછી જોઇ જતા એક પછી એક ઘરના ચાર સભ્યોને બેરહેમી પુર્વક મારી નાંખવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના ઓઢવ વિસ્તારની દિવ્યપ્રભા સોસાયટીના એક ઘરમાં દુર્ગંધ આવી રહી હતી. જેથી સ્થાનિક રહીશોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘરનું તાળું તોડીને તપાસ કરતાં ઘરના અલગ-અલગ રૂમમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા. જે પૈકી બે મહિલાઓ અને એક બાળક તેમજ એક બાળકીની લાશો હતી. જે એક જ પરિવારના સભ્યો છે. જેમાં મહિલા તેના બે બાળકો અને દાદી સામેલ છે. જ્યારે પરિવારનો મોભી વિનોદ મરાઠી ગાયબ હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી.

આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમને 48 કલાક બાદ મોટી સફળતા હાથ લાગી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે વિનોદ મરાઠીને ગુજરાત-રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો છે. હવે તેની પૂછપરછમાં હત્યાકાંડ અંગે ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. વિનોદની પૂછપરછમાં સામે આવ્યું કે, પત્નીના અન્ય પુરુષ સાથે સબંધની આશંકાના પગલે ઘરમાં અવારનવાર ઝઘડા થતા હતા. પત્નીના પ્રેમ સબંધનો અંત લાવવા માટે તેઓ નિકોલથી ઓઢવ ખાતે રહેવા આવ્યા હતા. જો કે હત્યાના દિવસે પણ પરિવાર સાથે ઝઘડો થયો હતો, જે બાદ ઘટનાને અંજામ આપ્યો હતો.

ક્રાઇમબ્રાંચના A.C.P ડી.પી. ચુડાસમાએ પ્રેસકોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે આરોપીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે આરોપીએ હત્યા કરતા પહેલા તેના પુત્રને બહાર શ્રીખંડ લેવા માટે મોકલ્યો હતો. તેની પુત્રીને વિમલ (ગુટખા) લેવા માટે મોકલે છે. તેની પત્ની કહે છે કે હુ તને સરપ્રાઇઝ આપુ છુ એમ કહી આંખે પાટા બાંધી દે છે. આંખે પાટા બાંધેલ પત્નીને પેટમાં છરો મારી દે છે. ત્યારબાદ તેની પુત્રી આવી જતા બુમો પાડે છે તો પુત્રીને પણ છરો મારી હત્યા કરી નાખે છે. ત્યારબાદ પુત્ર ઘરે આવે ત્યારે પુત્રને છરીનાં ઘા મારી મોતને ઘાટ ઉતારે છે.

આરોપી અને વડસાસુને પહેલેથી રકજક ચાલતી હતી. આરોપીનું કહેવુ છે કે વડસાસુ તેની પત્ની ચડાવતી હતી એટલે વડસાસુને બોલાવીને તેને પણ મારી નાખે છે. ત્યારબાદ તેની સાસુને પણ બોલાવ્યા હતા. સાસુને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. પરંતુ ચાર મર્ડર કર્યા પછી થોડી દયા આવતા સાસુને માર્યા નહી અને ઘરમાં બેસાડી દીધા.

સવારે આરોપી સાસુને તેના ઘરે મુકી આવ્યો અને કહ્યુ પોલીસ કે કોઇ પુછે તો કેજો કે મને વાગ્યું છે, બીજુ કંઇ કેતા નહીં. આરોપીનું કહેવુ છે તેની સાસુને આ વાતનો ખ્યાલ ન હતો. ત્યારબાદ આરોપી છરો નાખી દે છે, જે જગ્યા પર છરો નાખ્યો હતો તે જગ્યા પોલીસને બતાવી છે. છરો નાખીને તરત એક્સપ્રેસ હાઇવે પર જઇ સુરત જતો રહે છે.

સુરત બસસ્ટેશનની નજીક એક હોટલમાં રાત રોકાય છે. આ સમયે તેની પાસે તેની પત્નીનું મંગલસુત્ર હતુ. આ મંગલસુત્ર અમદાવાદમાં વેંચીને જેની સાથે પત્નીનો અનૈતિક સંબંધ હતો તેનું પણ મર્ડર કરી નાખુ તેવુ વિચારે છે પરંતુ પછી એવો ખ્યાલ આવ્યો કે ચાર મર્ડર કર્યા છે પોલીસ પકડી લેશે એટલે ગીતા મંદિરથી જ તે ઇન્દોર જતો રહ્યો હતો. ઇન્દોરથી પરત ફરતા પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ તેની સાસુ ઘરમાં આવે તે પહેલા ઘર સાફ કરી નાખ્યુ હતુ. રૂમાલથી લોહી પણ સાફ કરી ઘર સ્વચ્છ કરી રૂમાલ એક બાજુ મુકી દીધો હતો. હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. પત્નીનો અનૈતિક સંબંધ પુત્ર જોઇ ગયો અને બાળકે તેના પિતાને વાત કરી ત્યારથી જ આરોપીના મગજમાં પત્નીને મારવાનો પ્લાન ચાલતો હતો. એટલુ જ નહીં પત્નીના જેની સાથે અનૈતિક સંબંધ હતો તેને પણ મારી નાખવાનો વિચારતો હતો. પોલીસે આરોપીને મોડી રાત્રે એમપી દાહોદની બોર્ડર પરથી પકડી પાડ્યો છે.

વિનોદે પરિવારને ફોન કરીને કહ્યું કે, ઘર પર હુમલો થયો છે

પોલીસના જણાવ્યા મુજબ, હત્યા કરીને ફરાર થઈ ગયા બાદ વિનોદે મહારાષ્ટ્રના સાંગલી ખાતે રહેતા તેના પરિવારનો સંપર્ક કરીને કહ્યુ કે, તેના ઘર પર હુમલો થયો છે, એનું પરિવાર વેરવિખેર થઈ ગયું છે. તમામ પરિવારજનો મરી ગયા છે તે પોતે જીવ બચાવીને માંડ માંડ ભાગ્યો છે. પરિવારે પૂછયું કે તે ક્યાં છે? ત્યારે તેણે બેંગ્લોર હોવાનું કહ્યુ હતુ. જેથી પોલીસે બેગ્લોર ખાતે આરોપીને પકડવા એક ટીમ રવાના કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners