• તાજેતરમાં અમદાવાદ IT વિભાગે એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સના 44 સ્થળે દરોડા પાડ્યા હતા
  • દરોડાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગે નવતર પ્રયોગ કર્યો
  • આ તપાસ માટે રાજકોટ, ગાંધીધામ અને ભાવનગરથી અધિકારીઓને બોલાવાય હતા

WatchGujarat. તાજેતરમાં અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા જાણીતી કંપનીઓ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ઈન્કસટેક્સ વિભાગની ટીમ દ્વારા દરોડાની કામગીરી સફળતાપૂર્વક પાર પાડવા માટે એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો. મળતી વિગતો અનુસાર એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સ કંપની પર જાનૈયા બનીને આવેલા ઈન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.

IT અધિકારીઓની કાર પર લગ્નના સ્ટીકર લગાવેલા હતા

તમને જાણીને આશ્ચર્ય થશે પરંતુ એસ્ટ્રલ પાઈપ્સ અને રત્નમણી મેટલ્સ પર દરોડા દરમ્યાન વધુ એક નવો પ્રયોગ અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડા પાડવા માટે જાનૈયાઓનો મોકલવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ, મંગળવારે વહેલી સવારથી શરૂ કરવામાં આવેલી રેઈડ માટે સોમવારે રાત્રે જ 40 કારનો કાફલો ઈન્કમટેક્સ બોલાવી લોવામાં આવ્યો હતો. આ કારમાં જનારા તમામ અધિકારીઓને લગ્નના સ્ટીકર આપી દેવામાં આવ્યા હતા. આ સાથે જ સૂચના પણ આપવામાં આવી હતી કે, રેઈડ પાડવા માટે જતા પહેલા કાર પર આ લગ્નના સ્ટીકર લગાવી લેવા.

આ પાછળનું કારણ એ હતું કે લગ્નના સ્ટીકર લગાવેલા હોવાથી ઈન્કમટેક્સની રેઈડ માટે કાફલો આવ્યો હોવાની જાણ કોઈને થાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરોડાની કાર્યવાહી માટે અમદાવાદ ઈન્કમટેક્સ દ્વારા રાજકોટ, ગાંધીધામ અને ભાવનગરથી અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ ઈન્કમટેક્સ વિભાગ દ્વારા પાડવામાં આવતી રેઈડ અંગે સફળતા મળે તે ઉદ્દેશથી અવનવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.

આ પહેલી વખત નથી તે અમદાવાદ આયકર વિભાગ દ્વારા નવતર પ્રયોગ કરાયો હોય. આ અગાઉ પણ જ્યારે બ્રોકરના ત્યાં ઈન્કમટેક્સ વિભાગે રેઈડ કરી હતી, ત્યારે SRP ના પ્રોટેક્શન વિના જ રેઈડ કરવામાં આવી હતી. જેથી રેઈડ અંગે અગાઉથી કોઈને જાણ ન થઈ જાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud