• અમદાવાદ નરોડા-દહેગામ રોડ પર આવેલી લાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી
  • આગના પગલે ફાયર વિભાગની એક બાદ એક 14 જેટલી ગાડીઓ ઘટના સ્થેળે દોડી ગઈ હતી
  • ભારે જહેમત બાદ ફાયર ફાયટરોએ આગને કાબુમાં લીધી હતી
  • સદ્નસીબે આ બનાવમાં કોઈ જાનહાની નહોતી નોંધાઈ

 

WatchGujarat. અમદાવાદ શહેરના નરોડા-દહેગામ રોડ પર આવેલી લાકડાના કેરેટ બનાવતી ફેકટરીમાં આજે વહેલી સવારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ પર નિયંત્રણ મેળવવા ફાયરબ્રિગેડની એક પછી એક 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી હતી. સહિત ઉચ્ચ અધિકારીઓ તથા જવાનોએ ભારે જહેમત કર્યા બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગ લાકડાઓની વસ્તુમાં લાગી હોવાથી આગ કાબુ બહાર નિકળી ગઈ હતી અને તેના કારણે વધુ નુકસાન થયુ હતું. જો કે આગ કાબુમાં આવતા હાલ કુલિંગની કામગીરી શરૂ કરી દેવાઈ છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ ફાયર વિભાગને વહેલી સવારમાં પાંચ વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે, નરોડા દહેગામ રોડ પર GEB સ્ટેશન નજીક આવેલી શિવ ટીમ્બર માર્ટ અને કે.એન.પટેલ એન્ડ કંપની નામની લાકડાની પ્લટે અને કેરેટ બનાવતી ફેકટરીમાં આગ લાગી છે. જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ લઈ લીધુ હતું. આ બનાવના પગલે ફાયરની એક પછી એક 14 જેટલી ગાડી ઘટાના સ્થશે દોડી ગઈ હતી. ફાયર ફાયટરો સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ફાયર ફાયટરોએ તાત્કાલિક આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી દિધી હતી. પરંતુ આગ લાકડની વસ્તુ તેમજ અન્યમાં લાગી હોવાથી તે કાબુ બહાર નીકળી ગઈ હતી. અને આસપાસના વિસ્તારમાં તે આગ ફેલાઈ હોય તેમ જાણવા મળ્યુ હતું. જેમાં ફેકટરી સહિત તેના શેડને પણ નુકસાન થયું હતુ. જો કે ભારે જહેમત બાદ ફાટરના લશ્કરોએ લાગ પર કાબુ મેળવી લીધુ હતું. અને હાલ કુલિંગની કામગીહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે બીજી બાજુ સદ્નસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નહીં નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud