CERC દ્વારા દેશની 9 જાણીતી બ્રાન્ડ્સની વેફરમાં સોડિયમનું પ્રમાણ જાણવા રિસર્ચ કરાયુ હતુ
WHOના સ્ટાન્ડર્ડ મુજબ 100 ગ્રામ ચટપટા નાસ્તા(વેફર સહિત)માં 500 મિલીગ્રામથી વધુ સોડિયમ ન હોવુ જોઈએ
પરીક્ષણ કરેલી 9 માંથી 8 બ્રાન્ડ્સમાં સોડિયમનું પ્રમાણ 500mg/100g થી વધુ, એક માત્ર બ્રાન્ડ પારલે વેફરમાં સોડિયમનું પ્રમાણ 465mg/100g WHOના સ્ટાન્ડર્ડ કરતાં ઓછું
અંકલ ચિપ્સ અને લે’ઝ ક્લાસિકમાં સોડિયમ કન્ટેન્ટ FSSAI ની ગાઈડલાઈન્સ અને WHO બેંચમાર્કની સરખામણીમાં ખૂબ ઊંચું
WatchGujarat. તમારી મનગમતી મંચિંગ પોટેટો ચિપ્સ તેના સ્વાદ અને સરળતાથી મળી જવાનાં કારણે ઘણાંબધા લોકોના દૈનિક આહારનો ભાગ બની ગઈ છે. CERC દ્વારા દેશની 9 જાણીતી બ્રાન્ડની પોટેટો ચિપ્સમાં સોડિયમનું પ્રમાણ જાણવા પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. જેમાં WHOના વૈશ્વિક બેંચમાર્ક પ્રમાણે ચટપટા નાસ્તામાં સોડિયમનું મહત્તમ પ્રમાણ 100 ગ્રામની સામે 500 મિલીગ્રામ હોવું જોઈએ. જ્યારે પરીક્ષણ કરેલી 9 માંથી 8 બ્રાન્ડ્સમાં સોડિયમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. એક માત્ર બ્રાન્ડ પારલે વેફરમાં સોડિયમનું પ્રમાણ વિશ્વ આરોગ્ય સંસ્થાના બેંચમાર્ક કરતાં ઓછું હતું.
આ 9 જાણીતી બ્રાન્ડ્સની વેફર્સનું પરીક્ષણ કરાયું
- અંકસ ચિપ્સ સ્પાઈસી ટ્રીટ
- પ્રિંગલ્સ પોટેટો ક્રિસ્પ્સ ઓરિજનલ
- પારલેની વેફર્સ ક્લાસિક સોલ્ટેડ
- હલ્દીરામની હલ્કે ફુલ્કે સોલ્ટેડ પોટેટો ચિપ્સ
- સમ્રાટ પોટેટો ચિપ્સ સોલ્ટેડ
- લે’ઝ ક્લાસિક સોલ્ટેડ
- બાલાજી વેફર્સ સિમ્પ્લી સોલ્ટેડ
- રિયલ નમકીન બાઈટ્સ ! ફરાળી વેફર્સ
- બિંગો ! પોટેટો ચિપ્સ ઓરિજનલ સ્ટાઈલ
કઈ બ્રાન્માં કેટલું સોડિયમ મળ્યું
બ્રાન્ડનું નામ સોડિયમનું પ્રમાણ
અંકસ ચિપ્સ સ્પાઈસી ટ્રીટ 990mg/100g
સમ્રાટ પોટેટો ચિપ્સ સોલ્ટેડ 902mg/100g
બિંગો ! પોટેટો ચિપ્સ ઓરિજનલ સ્ટાઈલ 821mg/100g
બાલાજી વેફર્સ સિમ્પ્લી સોલ્ટેડ 758mg/100g
હલ્દીરામની હલ્કે ફુલ્કે સોલ્ટેડ પોટેટો ચિપ્સ 756mg/100g
લે’ઝ ક્લાસિક સોલ્ટેડ 729mg/100g
રિયલ નમકીન બાઈટ્સ ! ફરાળી વેફર્સ 652mg/100g
પારલેની વેફર્સ ક્લાસિક સોલ્ટેડ 465mg/100g
મોટા ભાગની બ્રાન્ડ્સના લેબલ પર સોડિયમના પ્રમાણ અંગે ખોટી વિગતો હતી
નોંધનીય છે કે ટેસ્ટીંગ કરેલી બ્રાન્ડ્સમાંથી અંકલ ચિપ્સમાં સૌથી વધુ (990mg/100g) મળી આવ્યું હતું. અંકલ ચિપ્સમાં સોડિયમ કન્ટેન્ટ FSSAI ની ગાઈડલાઈન્સ અને WHO બેંચમાર્કની સરખામણીમાં ખૂબ ઊંચું હતું, જ્યારે લે’ઝ ક્લાસિકમાં પણ WHO બેંચમાર્કની સરખામણીમાં સોડિયમ કન્ટેન્ટ ઊચું હતું. આપણે ખરીદી કરતી વખતે ફૂડ પેકેટ પર આપેલી વિગતો વાંચીને જાણી લઈ છે કે તે સ્વાસ્થ્ય માટે સારી છે કે નહીં. પરંતુ શું તમે ખરેખર વિશ્વાસ મૂકી શકો કે લેબલમાં સાચી જ માહિતી આપવામાં આવે છે. આ સર્વેમાં સીઈઆરસી દ્વારા પોટેટો ચિપ્સની વિવિધ બ્રાન્ડ્સના લેબલ પર લખેલું સોડિયમ કન્ટેન્ટ સાચું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત છે કે મોટા ભાગની બ્રાન્ડ્સે લેબલ પર સોડિયમનું જે પ્રમાણ લખ્યું હતુ તેના કરતા હકીકતમાં વધું હતું.
પ્રોડક્ટના લેબલ પર જણાવેલી વિગતો કરતાં વાસ્તવિક્તા તદ્દન જુદી
7 માંથી 6 બ્રાન્ડ્સમાં લેબલ કરતા સોડિયમનું વાસ્તવિક પ્રમાણ વધું, પરીક્ષણ કરેલ બે બ્રાન્ડ્સ- બાલાજી અને પારલેમાં પેકિંગ પર સોડિયમ કન્ટેન્ટ લખ્યું જ નહોતું. જ્યારે અંકલ ચિપ્સમાં એક માત્ર એવી બ્રાન્ડ હતી, જેમાં લેબલ પર લખેલા 1080-100ની સરખામણીમાં સોડિયમનું વાસ્તવિક પ્રમાણ ઓછું હતું. ચિંતાજનકબાબત છે કે સમ્રાટની ચિપ્સમાં લેબલની સરખામણીમાં વાસ્તવમાં લગભગ ચાર ગણું સોડિયમ કન્ટેન્ટ હતું. લેબલમાં દર્શાવ્યું હતું કે તેમાં 100 ગ્રામની સામે 210 મિલીગ્રામ સોડિયમ છે. જ્યારે આ પરીક્ષણમાં જાણવા મળ્યું કે ખરેખર તેમાં 100 ગ્રામની સામે 902 મિલીગ્રામ સોડિયમ છે. હલ્દીરામ્સ હલ્કે ફુલ્કેમાં લેબલ પર જાહેર કરેલા 377mg/100g ની સરખામણીમાં સોડિયમનું પ્રમાણ બમણું 756mg/100g જોવા મળ્યું.
લેબલ પ્રમાણે 3 બ્રાન્ડ્સમાં (બિંગો, લેઝ ક્લાસિક અમે અંકલ ચિપ્સ) WHOના સ્ટાન્ડર્ડ 500mg/100g કરતા વધુ સોડિયમ લેવલ હતું. આ ત્રણમાંથી મહત્તમ સોડિયમ લેવલ અંકલ ચિપ્સમાં હતું. એ પછી બિંગો 573mg/100g અને છેલ્લે લેઝ ક્લાસિક 510mg/100g છે. 9 બ્રાન્ડ્સમાંથી માત્ર 7 બ્રાન્ડ્સે જ પેક પર સોડિયમ કન્ટેન્ટનો ઉલ્લેખ કર્યો હતો. બે બ્રાન્ડ્સ બાલાજી અને પારલે એ લેબલ ન્યુટ્રીશન મહિતીમાં સોડિયમના પ્રમાણનો ઉલ્લેખ જ નહોતો કર્યો.