• અમદાવાદ સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની હત્યાના આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો
  • વૃદ્ધની હત્યાનું કારણ જાણવાની પુછપરછમાં પોલીસને અનેક ચોકાવનારી હક્કીત જાણવા મળી
  • પોલીસે હત્યા સહિત લૂંટના ગુના નોંધી તપાસ આગળ વધારી હતી
  • પોલીસે સીસીટીવી તેમજ ફોન એનાલીસીસની મદદથી આરોપીને ગણતરીના કલાકોમા પકડી પાડ્યો

WatchGujarat. અમદાવાદના ધાટમોડિયા ડબલ મર્ડર કેસ બાદ સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની હત્યાએ ચકચાર મચાવી હતી. આ બનાવ બાદ અમદાવદ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠ્યા હતા. જોકે સાબરમતી વિસ્તારમાં વૃદ્ધની હત્યા થતા સમગ્ર મામલો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હાથમાં લીધો હતો. અને ગણતરીના કલાકોમા હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડ્યો હતો. જે દરમિયાન આરોપીની પુછપરછમાં સમલૈંગિક સંબંધનો ખુલાસો થયો હતો. જેમાં વૃદ્ધ આરોપીને સંબંધ બાંધવા દબાણ કરતા ત્રસ્ત આરોપીએ પ્લાન ઘડી વૃદ્ધને મોતના ઘાટ ઉતારી દિધો હતો.

સાબરમતી વિસ્તારમાં ગત તા.16 ના રોજ દેવેન્દ્ર રાવત નામના વૃદ્ધની બહેરેમીપુર્વક હત્યા થઈ હોવાના મામલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ કામે લાગી હતી અને ગણતરીના કલાકોમાં સીસીટીવી તેમજ ફોન એનાલીસીસની મદદથી કુહા ગામમાં રહેતા ઉમંગ ઉર્ફે કનો જશવંત દરજી(ઉ.વ.31)ને પકડી પાડ્યો હતો. જે બાદ હત્યા પાછળના કારણ જાણવામાં પોલીસને ઘણી ચોકાવનારી હક્કીત જાણવા મળી હતી.

પોલીસને જાણવા મળ્યું હતું કે ઉમંગ ઉર્ફે કનો અને દેવેન્દ્રભાઈ બે વર્ષ અગાઉ સોસીયલ મીડિયાના માધ્યમથી એક બીજાના પરિચયમાં આવ્યા હતા. જે બાદ તેઓ વચ્ચે વાતચીત થયા બાદ સમલૈંગિક સંબંધો બાંધવાની વાત થઈ હતી. જે બાદ તોઓ વચ્ચે અનેકવાર આ સંબંધ બંધાયો હતો. પરંતું દેવેન્દ્રભાઈ ઉમંગ ઉર્ફે કનાને વારંવાર સંબંધ બાંધવા દબાણ કરતા અને ધમકી આપી જણાવતા કે તે સંબંધ નહીં બાંધે તો તે તેના ઘરે આવી હક્કીત સૌને જણાવી દેશે.

ઉમંગ ઉર્ફે કનાએ તેની ઈજ્જત ન જાય તેને લઈ દેવેન્દ્રભાઈની હત્યા કરવાનો પ્લાન ઘડી નાખ્યો હતો. અને ગત તા.16મી દેવેન્દ્રભાઈને મળવાના બહાને બોલાવી તેઓ દેવેન્દ્રભાઈના જ બીજા ઘરે કે જે સાબારમતી વિસ્તારમાં આવેલું છે ત્યાં મળ્યા હતા. જ્યાં ઉમંગ ઉર્ફે કનાએ દેવેન્દ્રભાઈના ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર ફેરવી દિધું હતું. અને તેઓને મોતના ઘાટ ઉતારી દિધા હતા. ઉમંગ ઉર્ફે કનો દેવેન્દ્રભાઈના ગળામાથી સોનાની ચેન જેની કિંમત અંદાજીત (રૂ.65 હજાર) તથા મોબાઈલ તેમજ બાઈક ચોરીને ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ઉમંગ ઉર્ફે કનાએ ચલાવેલી લૂંટના રૂપિયાથી રૂ.39 હજાર તેની પ્રેમીકાને આપી દિધા હતા.

પોલીસે આ મામલા હત્યા તેમજ લૂંટનો ગુનો નોંધી તપાસ આગળ વધારી હતી. બાઈકને લઈ પુછપરછમાં પોલીસને જાણવા મળ્યુ હતું કે, ઉમંગ ઉર્ફે કનાએ બાઈકની નંબર પ્લેટ ટોળી ગટરમાં નાખી દિધી હતી. ત્યારે આ હત્યા સમલૈંગિક સંબંધ જેવા ચોકાવનારા મુદ્દે થઈ હોવાનુ જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી પકડાઈ જતા પોલીસે તેની પુછપરછ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners