• અમદાવાદ ઘાટલોડિયા ડબલ મર્ડરના આરોપી ઝડપાયા, ક્રાઈમ બ્રન્ચે શરૂ કરી પુછપરછ
  • વૃદ્ધ દંપત્તીને ગળા ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી નાખી હતી. 
  • પોલીસે સીસીટીવી, ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ લઈ આરોપીઓને ઝડપી પાડ્યા
  • ઘાટલોડિયા ડબલ મર્ડરના આરોપી મુળ ઝારખંડના હોવાનું બહાર આવ્યું
  • વૃદ્ધ દંપત્તીની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે દિશામાં પોલીસ તપાસનો ઘમઘમાટ શરૂ 

WatchGujarat. અમદાવાદ શહેર દિવાળીની તૈયારીમા હતું ત્યારે ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તીની હત્યા થઈ હોવાના સમાચાર બહાર આવ્યા હતા. દિવાળી ટાણેજ ડબલ મર્ડર કેસે સમગ્ર શહેરમા ચકચાર મચાવી દિધી હતી. આ હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરતા આજરોજ સફળતા મળી હતી. ઝારખંડના બે પરપ્રાંતીય યુવકની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા બંને આરોપીની લુંટનો ઈરાદો અથવા એ સમયે એવી કઈ ઘટના બની કે વૃદ્ધ દંપત્તીની હત્યા કરવામાં આવી તેના સંદર્ભે પુછપરછ કરવામાં આવી રહી છે.

હત્યાની ઘટના બાદ ક્રાઈમ બ્રાન્ચની ચાર અલગ-અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવા લાગી હતી. જેમા સીસીટીવી ફુટેજમાં એક શંકાસ્પદ યુવક જણાયો હતો. જેની ઓળખ કરી પુછપરછ કરતા તે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતો હોવાનું બહાર આવ્યું હતું. અને તેને અન્ય એક શખ્સ સાથે મળી હત્યા કરી હોવાનું કબુલ્યુ હતું.

અમદાવાદ દિવાળીની તૈયારીઓ લાગ્યું હતું ત્યારે દિવાળીના બે દિવસ પહેલા જ ઘાટલોડિયા વિસ્તારમાં વૃદ્ધ દંપત્તીની હત્યા થઈ હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી. ઘાટલોડિયાના પારસમણિ એપાર્ટમેન્ટમાં દયાનંદ સુબરાવ અને તેમનાં પત્ની વિજયાલક્ષ્મી એકલા રહેતાં હતાં. ઘરમા વૃદ્ધ દંપત્તિ એકલુ હતુ ત્યારે અજાણ્યા શખ્સો ઘરમાં ઘુસી આવ્યા હતા, જોમણે દંપત્તિ પર હુમલો કરી દિધો હતો અને તેઓના ગળા પર તીક્ષ્ણ હથિયાર વડે ઘા ઝીંકી દિધા હતા. જેમાં વૃદ્ધ દંપત્તીનું મોત નિપજ્યું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસે હત્યારાઓને પકડી પાડવાનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસની તપાસ દરમિયાન લુંટ અથવા ચોરી ન થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ પાસાને ધ્યાને રાખી જેમા લુંટ, અંગત અદાવત અથાવા કોઈ અન્ય કારણોસર હત્યા થયાની તપાસ શરૂ કરી હતી. અસમંજસ મુકાયેલી પોલીસે પ્રાથમિક ધોરણે વૃદ્ધ દંપત્તિના પરિવાર, સોસાયટીના સભ્યો તેમજ સગાં-સંબંધીઓની પુછપરછ કરી હતી. પણ હત્યાના ભેદ સુધી પહોંચવાની કોઈ કડી હાથ લાગી ન હતી. બીજી બાજુ હત્યારાઓ લોહીવાળી છરી ઘરમાં મુકીને નાસી ગયા હતા. જે પોલીસે કબ્જે કરી હતી. જેની ઉપર આર.કે. ઘાટલોડીયાનો માર્કો લાગેલો હતો. જેથી પોલીસે તે દિશામા પણ તપાસ શરૂ કરી હતી.

હત્યાનો ભેદ ઉકેલવા કામે લાગેલી અન્ય પોલીસની ટીમોએ ટેકનીકલ અને હ્યુમન ઈન્ટેલીજન્સની મદદ લીધી હતી. સાથે ઘટના બની હોવાના સ્થળ નજીક સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમાં પોલીસને એક શંકાસ્પદ યુવક નજરે ચઢ્યો હતો. પોલીસે તેની ઓળખ કરી તપાસ કરી હતી અને તે મળી આવ્યો હતો. પોલીસ તેની પુછપરછ કરતા તે પડી ભાંગ્યો હતો અને તેણે કબુલ્યું કે તેણે તેના એક સાથી સાથે મળી વૃદ્ધ દંપત્તિની હત્યા કરી છે. તે મુળ ઝારખંડનો વતની હતો અને પારસમણી પાછળના ઝુપડામાં જ રહેતો હતો. પોલીસે આરોપીઓને સાથે રાખી ઘટનાનું રીકંસ્ટ્રકશન કરવાની કામગીરી કરી હત્યા કેમ કરી અને બીજા અનેક પ્રશ્નના ઉત્તર મેળવવાનું શરૂ કર્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud