• AMTS બસમાં મુસાફરી કરતાં શહેરના આશરે 3 લાખ મુસાફરો માટે હવે AMTS બસમાં પણ Paytm સુવિધા
  • Paytm ટિકીટિંગ પર પ્રથમ સવારી નિ:શુલ્ક
  • ડિજીટલ અમદાવાદનું ડિજીટલ પરિવહન સાથે જ કરવામાં આવ્યું 100 નવી CNG બસનું લોકાર્પણ

WatchGujarat.મોટા શો-રૂમથી લઈને મોલ, મલ્ટિપ્લેક્સ, કરિયાણાની દુકાન અને લારી-ગલ્લાવાળા સુધી તમામને ત્યાં યુપીઆઈ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે. લોકો પણ હવે રોકડ આપવા કરતાં ઓનલાઈન પૈસા ચૂકવતા થઈ ગયા છે. ત્યારે હવે AMTSમાં પણ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ શરૂ થઇ છે. મુસાફરી કરનારા લોકો મોબાઈલ યુપીઆઈ એપ્લિકેશનની મદદથી ટિકિટ ખરીદી શકશે. મળેલી માહિતી પ્રમાણે, કેન્દ્ર સરકારની ડિજિટલ ઈન્ડિયાની ઝુંબેશને સફળ બનાવવાના ભાગરૂપે આ સિસ્ટમ શરૂ કરવામાં આવી રહી છે. આ સિવાય કોરોના મહામારીમા નાણાંની લેવડ-દેવડ થકી સંક્રમણ ફેલાવાના ભયને ટાળવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ આજે ડિજીટલ અમદાવાદનું ડિજીટલ પરિવહન સાથે જ કરવામાં આવ્યું છે. અમદાવાદ AMTS બસમાં મુસાફરી કરતાં શહેરના આશરે 3 લાખ મુસાફરો માટે હવે AMTS બસમાં પણ Paytm સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. Paytm ટિકીટિંગ પર પ્રથમ સવારી નિ:શુલ્ક રાખવામાં આવી છે. આ સાથે જ 100 નવી CNG બસનું લોકાર્પણ પણ કરવામાં આવ્યુ છે

અત્રે ઉલ્લેખનીય છે કે  અમદાવાદ મહાનગરપાલિકાએ અનેક વિભાગમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ અમલી બનાવી દીધી છે. બીઆરટીએસમાં પણ હાલમાં Paytm મોબાઈલ એપ્લિકેશન થકી ટિકિટ ખરીદવાની સિસ્ટમ લાગુ કરવામાં આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners