• અન્ય રાજ્યો શહીદ સૈનિકોના પરિવારને 50 લાખથી એક કરોડ વળતર આપે છે
  • ગુજરાત સરકાર શહીદ સૈનિકના પરિવારને 1 લાખનું જ વળતર આપે છે
  • ગુજરાત સરકાર પણ 1 કરોડનું વળતર આપે : માજી સૈનિક વિશાલ વાજા

WatchGujarat. રાજ્ય સરકાર દ્વારા સરહદ પર કે અન્ય જગ્યાએ સૈનિક શહીદ થાય ત્યારે તેના પરિવારને 1 લાખ રૂપિયા વળતર આપવામાં આવે છે જેથી સૈનિકોને 1 લાખ નહિ પરંતુ અન્ય રાજ્યોની જેમ 1 કરોડ વળતર આપવામાં આવે તેવી માંગણી સાથે માજી સૈનિકે એક અભિયાન શરુ કર્યું છે જેમાં આ અંગે લોકોના અભિપ્રાય અને સહી કરાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વિશાલ વાજા નામના માજી સૈનિકે આજથી એક અભિયાન શરુ કર્યું છે જેમાં અન્ય રાજ્યો શહીદ સૈનિકોના પરિવારને 50 લાખથી એક કરોડ વળતર આપે છે તેમ ગુજરાત સરકાર દ્વારા પણ 1 કરોડ વળતર આપવામાં આવે તે માટે આજથી અભિયાન શરુ કર્યું છે. આજે અમદાવાદ એલ.જે.કોલેજમાં જઈને લોકોને સમજાવીને આ અંગે લોકોના અભિપ્રાય તથા લોકોની સહી મેળવી હતી.આજે પ્રથમ દિવસે 60 લોકો સાથે વાત કરીને તેમની સહી મેળવી છે.

માજી સૈનિક વિશાલ વાજાએ મિડીયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર શહીદ સૈનિકના પરિવારને 1 લાખનું જ વળતર આપે છે તે કેટલું યોગ્ય કહેવાય. 1 લાખ રૂપિયામાં પરિવાર આખી ઝીંદગી કેવી રીતે ગુજરાન ચલાવી શકે. જેથી જ્યાં સુધી સરકાર આ અંગે નિર્ણય નહિ કરે ત્યાં સુધી રોજ જાહેર સ્થળો પર ફરીને લોકોનો અભિપ્રાય અને સહી મેળવીશ.

અત્રે ઉલ્લેખનીય છે કે માજી સૈનિક વિશાલ વાજા દ્વારા ચલાવવામાં આવેલા આ અભિયાન ખરેખર સરાહનીય છે કારણ કે પૂરી જીંદગી એક સૈનિક પોતાના પરિવાર અને બાળકોથી દૂર રહીને દેશની સેવા કરે છે. જ્યારે દેશ માટે શહિદ થાય ત્યારે પરિવારને 1 લાખ વળતર આપવામાં આવે છે. એક શહિદ જ્યારે દેશની રક્ષા કરતો હોય ત્યારે તેના પરિવારનો ફાળો પણ એટલો જ હોય છે કારણ કે સૈનિક દેશ સેવામાં હોય ત્યારે કોઇ પણ પરિસ્થિતિમાં પરિવાર એકલો હોય છે એવામાં જો એ ન હોય તો પરિવારના સારા ભવિષ્ય માટે સરકારે નિર્ણય લેવો જોઇએ.

Facebook Comments Box

Videos

Our Partners