• કટ્ટરપંથીમાં કરાયેલી કરપીણ હત્યાના ષડયંત્રમાં ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સી આતંકવાદ, ટેરર ફન્ડિંગ સહિતની તપાસ કરશે
  • હત્યા પેહલા 5 દિવસ સુધી કિશન ભરવાડની રેકી કરાઈ હતી, 8 ટીમોએ CCTV તપાસી હત્યારાઓ સુધી પોહચ્યા
  • બાઇક ઈમ્તિયાઝ ચલાવતો હતો જયારે ફાયરિંગ શબ્બીરે કર્યું હતું
  • રાજ્ય સરકાર દોષીઓને ન્યાય અપાવવા સ્પેશ્યલ પબ્લીક પ્રોસિક્યુટરની નિમણુંક કરશે
  • બંને હત્યારાઓને કોર્ટમાં રજૂ કરાતા 9 દિવસના રિમાન્ડ મેળવાયા

WatchGujarat. અમદાવાદના ધંધુકાના કિશન ભરવાડની હત્યામાં દિલ્હી અને અમદાવાદ જમાલપીરના મૌલવીઓ અને મુસ્લિમ કટ્ટરપંથીઓનું ષડયંત્ર સામે આવ્યું છે. FB ઉપર મુકેલી પોસ્ટમાં કટ્ટરપંથી શબ્બીરે મિત્રની મદદથી દિલ્હીના મૌલવીના કહેવાથી જમાલપુરના મૌલવી ઐયુબ જાવરાવાલા પાસેથી પિસ્તોલ અને 5 કારતૂસ મેળવી સમગ્ર હત્યાકાંડને અંજામ આપ્યો હતો. અમદાવાદ પોલીસે હથિયાર આપનાર મૌલવી, બન્ને હત્યારાઓની ધરપકડ કરી લીધી છે.

અમદાવાદના ધંધુકા હત્યા મુદ્દે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. મૌલવીએ બ્રેઇનવોશ કરીને કટ્ટરપંથી મુસ્લિમ યુવાનનેહથિયાર આપ્યા બાદ હત્યા કરાવી હતી. ધંધુકામાં કિશન શિવાભાઈ બોળીયાની હત્યા મુદ્દે જેમ જેમ પોલીસ તપાસ આગળ વધતી જઇ રહી છે, તેમ તેમ એક પછી એક મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે.

ધધુકાના મલવતવાડામાં રહેતો 25 વર્ષીય શબ્બીર ઉર્ફે સાબા દાદાભાઈ ચોપડાએ ષડયંત્ર હેઠળ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. આ કટ્ટરપંથી શબ્બીર એક વર્ષથી દિલ્હીના મૌલવીના સંપર્કમાં INSTRAGRAM ઉપર આવ્યો હતો. આ મૌલવીએ કટ્ટરપંથી શબ્બીરને કોઈ ઇસ્લામ વિરુદ્ધ ગુસ્તાખી કરે તો મોતને ઘાટ ઉતારી દેવાની નસિહત આપી હતી. જે બાદ તે 9 મહિના પછી આ મૌલવી મુંબઈ પોહચતા ત્યાં તેને રૂબરૂ મળ્યો હતો.

દિલ્હીના મૌલવી એ મુંબઈમાં હત્યારા શબ્બીરને કોઈપણ જરૂર પડે તો જમાલપુરના મૌલવી મહંમદ ઐયુબ જાબરાવાલાને મળવા કહ્યું હતું. દરમિયાન કિશન ભરવાડે મુકેલી FB પોસ્ટથી શબ્બીર વધુ ઝનૂની થઈ ગયો હતો.

કાવતરૂ રચીને કિશન ભરવાડની હત્યા કરવા તે જમાલપુરના મૌલવી ઐયુબ પાસે પોહચતા આ મૌલવી એ પિસ્તોલ અને 5 કારતૂસ આપ્યા હતા. જે બાદ શબ્બીરે 5 દિવસ સુધી બાઇક ઉપર કિશન ભરવાડની રેકી કરી હતી. હત્યાના દિવસે કિશન ઘરેથી નીકળતા જ મોઢવાડાના નાકે ઈમ્તિયાઝ ઉર્ફે ઇમતું મહેબૂબ પઠાણ સાથે મળી ફાયરિંગ કરી કિશનની હત્યા કરી દીધી હતી.

અમદાવાદ પોલીસે 8 ટીમો બનાવી CCTV ફૂટેજના આધારે બન્ને કટ્ટરપંથી હત્યારા અને જમાલપુરના મોલવીની ધરપકડ કરી લીધી છે. હત્યા કરનારા બન્ને મુસ્લિમ યુવાનો સામે 302 અને 307 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેઓની વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મનજુર કર્યા છે. મૌલવીઓ દ્વારા ચાલતા આ કટ્ટરપંથ અને હત્યામાં તલસ્પર્શી તપાસ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી એ તપાસ ગુજરાત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. સાથે જ રાજ્ય સરકાર તરફથી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુતરની નિમણુંક કરવાનું મીડિયા સમક્ષ કહ્યું છે. સમાજને સાચા માર્ગે દોરવાનું કામ મૌલવીઓનું છે ત્યારે આવી આતંકવાદી, દેશવિરોધી અને કટ્ટરપંથી પ્રવૃતિઓ સાખી નહિ લેવાઈ તેમ પણ ગૃહમંત્રીએ તાકીદ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners