• ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરીએ ગ્લોબલ ‌વાઈબ્રન્ટ સમિટ 2022નું આયોજન
  • નેશનલ-મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, એમડી સહિતના અગ્રણીઓ પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં અમદાવાદ આવશે
  • અમદાવાદ એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી,વધુ 9 પ્લોટ વધારાતા હવે 43 પાર્ક કરી શકાશે
  • સાવચેતીના ભાગરૂપે વડોદરા, સુરત, રાજકોટ, ઉદયપુર, જયપુર કે મુંબઈ એરપોર્ટને પણ ચાર્ટર્ડ એરક્રાફ્ટના પાર્કિંગ માટે તૈયાર રહેવાની સૂચના અપાશે

WatchGujarat. અત્યાર સુધીની સૌથી વધુ હાઈ પ્રોફાઈલ ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટને લઈને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ સંપુર્ણ તૈયારીઓ કરી છે.એક તરફ વિશ્વભરમાંથી આવતા મહેમાનોને આવકારવા એરપોર્ટને નવા રંગ રુપ અપાયા છે.તો સાથે જ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે ટેમ્પરરી પાર્કિંગ બેઝ ઉભો કરી ચાર્ટડ વિમાનના પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવી.

ગુજરાત સરકારે વાઈબ્રન્ટ સમિટ 2022 નું આયોજન કર્યું છે. જેમાં વિદેશની અનેક નેશનલ-મલ્ટિનેશનલ કંપનીના સીઈઓ, એમડી સહિતના અગ્રણી મોટી સંખ્યામાં પર્સનલ ચાર્ટર્ડ એરક્રાફ્ટમાં અમદાવાદ આવનાર છે. તેથી પાર્કિગ પ્લોટની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર 34 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરવાની સુવિધા હતી. જેમાં વધુ 9 પ્લોટ વધારાતા હવે અમદાવાદ એરપોર્ટ પર 43 ચાર્ટર્ડ એરક્રાફ્ટ પાર્ક કરી શકાશે.જેમાં ઈન્ટરનેશનલ ટર્મિનલ ટી-2ની પાછળ વધુ 9 પાર્કિંગ પ્લોટ ડેવલપ કર્યા છે. જો એકસાથે વધુ ચાર્ટર્ડ આવી જાય તો એ પરિસ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે નજીકના વડોદરા, સુરત, રાજકોટ, ઉદયપુર, જયપુર કે મુંબઈ એરપોર્ટને પણ ચાર્ટર્ડ એરક્રાફ્ટના પાર્કિંગ માટે તૈયાર રહેવાની સૂચના અપાશે.

આ ઉપરાંત એરપોર્ટ ઓથીરિટી દ્વારા અમદાવાદ એરપોર્ટના રનવેનું રિકાર્પેટિંગ કામ 3 જાન્યુઆરીથી 31 મે સુધી કરવામાં આવનાર જો કે આ સમય દરમિયાન જ 10 થી 12 જાન્યુઆરી સુધી ગ્લોબલ ‌વાઈબ્રન્ટ સમિટ 2022 નું આયોજન કરાયું છે. જો કે સમિટને ધ્યાને રાખીને સમિટ દરમિયાન એટલે કે 10થી 12 જાન્યુઆરી સુધી રનવેની સમારકામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં 10થી 12 જાન્યુઆરીએ યોજાનારી વાઈબ્રન્ટ સમિટનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. જે અંતર્ગત એરપોર્ટ પર સુરક્ષા બંદોબસ્તને લઈને તકેદારી રાખવામાં આવી છે. કોઇ કચાસ રહી ન જાય તે માટે સીઆઇએસએફને પણ એલર્ટ રહેવાના આદેશો જારી કરાયા છે. ખાસ કરીને એપ્રોન એરિયામાં પાર્ક થતા વિમાનોના પાર્કિંગ તરફ સીઆઇઆઇએસએફના જવાનો ખડેપગે રહેશે. સુરક્ષાના કારણોસર એટીસી ટાવરથી પણ ખાસ વૉચ રખાશે. અમદાવાદ એરપોર્ટ પર ચાર ડોમેસ્ટિક ફ્લાઈટોનું રાત્રિ પાર્કિંગ થાય છે. પરંતુ વાઈબ્રન્ટ સમિટ સમયે ડોમેસ્ટિક ફ્લાઈટને અન્ય એરપોર્ટ પર પાર્કિંગ કરવાની સૂચના અપાઈ છે.

વધુમાં પેસેન્જરોના ધસારાને ધ્યાનમાં રાખી એરપોર્ટ ઓપરેટર કંપની દ્વારા ડોમેસ્ટિક ટર્મિનલમાં વધારાનું એક એક્સરે બેગેજ મશીન અને 3 મેટલ ડિટેક્ટર લગાવાશે. આ મશીન એરપોર્ટ પર આવી ગયા છે. એક્સરે બેગેજ મશીનની સંખ્યા 6થી વધીને 7 થશે. ટર્મિનલમાં અત્યાર સુધી 11 મેટલ ડિટેક્ટર મશીનો સાથેના ગેટ હતા, જેમાં ત્રણનો વધારો થતા હવે 14 મેટલ ડિટેક્ટર મશીનો સાથે ગેટ તૈયાર થતાં પેસેન્જરોએ લાંબો સમય લાઈનમાં ઊભા નહીં રહેવું પડે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud