• અમદાવાદમાં દુષ્કર્મ કેસમાં શિક્ષકની ધરપકડ
  • મયંક દીક્ષિત નામના શિક્ષકે આચર્યુ હતું દુષ્કર્મ
  • 2016થી 2019 સુધી દુષ્કર્મ આચર્યાનો આરોપ

WatchGujarat. અમદાવાદમાં વિદ્યાર્થી અને શિક્ષકના પવિત્ર સંબંધને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ટ્યુશનમાં ભણવા આવતી સગીર વિદ્યાર્થીની સાથે શિક્ષકે 2 વર્ષથી વધુ સમય સુધી દુષ્કર્મ આચર્યું હતું. જયારે યુવતી માટે લગ્નના માંગા આવવાના શરુ થઇ ગયા ત્યારે પણ નરાધમ શિક્ષક છોકરીને પુત્રની સાથે સંબંધ રાખવા દબાણ કરતો હતો. આખરે છોકરીએ સમગ્ર ઘટના પોતાના માતાપિતા સમક્ષ રજુ કરતા મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. અને પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધાઇ છે. જે અંગે પ્રાપ્ત વિગત અનુસાર, થલતેજ વિસ્તારમાં આવેલ એલન ઇન્સ્ટિટયૂટમાં મોટીવેશનલ સ્પીકર અને વિજ્ઞાનના શિક્ષક મયંક દીક્ષિતે એક વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચર્યું હતું. જે ફરિયાદ મળતા પોલીસે કાર્યવાહી કરી અને મયંક દીક્ષિતને ઝડપી જેલ હવાલે કર્યો છે.

કેસમાં તપાસ કરતા વાત સામે આવી કે, આરોપી શિક્ષક ઇન્સ્ટીટયુટમાં આવતી ભોળી વિદ્યાર્થીનીને તેની કાલ્પનિક વાતોમાં ભોળવીને શારીરિક સંબંધ બાંધ્યા હતા. એકવાર વિદ્યાર્થીની સાથે શારીરિક સંબંધ બંધાઈ ગયા બાદ આરોપી મયંક દીક્ષિતે 2 વર્ષથી વધુ સમય સુધી ભોગ બનનાર વિદ્યાર્થીની પર અલગ અલગ જગ્યાએ લઈ જઈને દબાણ પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું.

જો કે ત્યાં સુધી વિદ્યાર્થીની ચૂપ હતી. પરંતુ વિદ્યાર્થીની ના ઘરે જ્યારે લગ્ન માટે માંગા આવવા લાગ્યા ત્યારે આ હૈવાન શિક્ષક લગ્ન પછી પણ શારીરિક સંબંધ રાખવા માટે દબાણ અને બ્લેકમેઇલ કરતો હતો. જેનાથી વિદ્યાર્થીની ડિપ્રેશનમાં રહેતી હતી અને આખરે કંટાળ્યા બાદ સમગ્ર મામલે વિદ્યાર્થીનીએ વાલીને જાણ કરતા સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંઘાઈ અને હેવાન શિક્ષકની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners