વાનની ચોરી કરી તેને આઇસ્ક્રીમ પાર્લરમાં તબદીલ કરવાનો કીમિયો
અન્ય વેપારીઓને મોબાઇલ આઇસક્રીમ વાન તૈયાર કરીને વેચાણ કરતા હતા
છોટા હાથી વાનની ચોરી કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ
WatchGujarat. સેક્ટર-1ની લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા બે વાહનચોરોની ધરપકડ કરીને તેમની પાસેથી રૂપિયા 10 લાખની કિંમતના ચાર છોટા હાથી વાન જપ્ત કરવામાં આવ્યા હતા. જેમની પૂછપરછમાં જાણવા મળેલી વિગતો જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપીઓ આઇસક્રીમનો ધંધો કરતા હોવાથી મોબાઇલ આઇસક્રીમ પાર્લર બનાવવા માટે ખાસ આ વાનની ચોરી કરતા હતા અને તેનો અંગત ધંધામાં ઉપયોગ કરવાની સાથે અન્ય વેપારીઓને મોબાઇલ આઇસક્રીમ વાન તૈયાર કરીને વેચાણ કરતા હતા. આ સાથે ગુજરાત સહિત અન્ય રાજ્યોની ચોરીનો ભેદ પણ ઉકેલાયો છે.
મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના સેક્ટર-1માં કામ કરતી લોકલ ક્રાઇમ બ્રાંચના સ્ટાફ દ્વારા ઝોન-1માં અનેક વાહનચોરીના કેસની તપાસ ચાલી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના રહેવાસી બે યુવકો છોટા હાથી વાનની ચોરીમાં સંડોવાયેલા છે અને અન્ય એક વાનની ચોરી કરીને રાજસ્થાન તરફ જવાના છે. જે બાતમીને આધારે પોલીસે તેમને એસ.જી હાઇવે પર રોકીને પૂછપરથ કરતા તેમના નામ ઉદયરામ જાટ (ઉ.વ 22) અને ભેરૂલાલ જાટ (ઉ.વ.20) (બંને રહે .તા. રાયપુર જિ. ભીલવાડા રાજસ્થાન )હોવાનું જાણવા મળ્યું હતુ. તેમની પાસે રહેલી વાનના કાગળો ન આપી શકતા પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમણે કબુલ્યુ હતુ કે મહારાષ્ટ્રના સોલાપુર ખાતે તેઓ આઇસક્રીમનો વેપાર કરે છે. જેમાં છોટા હાથી વાનમાં મોબાઇલ આઇસક્રીમ વાન સારી રીતે બની જતુ હોવાને કારણે તેની ચોરી કરીને મોબાઇલ આઇસક્રીમ વાનમાં તબદીલ કરીને તેઓ ધંધાના કામમાં લેતા હતા.
એટલું જ નહી અન્ય વેપારીઓને પણ તે વેચાણ કરતા હતા. અમદાવાદમાં તેમણે વસ્ત્રાપુર,ગુજરાત યુનિવર્સિટી, સોલામાં તેમજ તેંલગણાથી પણ વાનની ચોરી કરી હતી. જે પોલીસે જપ્ત કરી છે. આ ઉપરાંત અન્ય વાન કેટલાંક લોકોને મોબાઇલ આઇસ્ક્રીમ વાનમાં તબદીલ કરીને વેચાણ કર્યું છે. જે જપ્ત કરવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપીઓ રાજસ્થાનના ભીલવાડાના સ્થાનિક એજન્ટની મદદથી ચેસિસ એન્જીનમાં ચેડા કરીને બનાવટી દસ્તાવેજો બનાવતા હતા. આમ પૂછપરછમાં અનેક ચોંકાવાનારા ખુલાસા થવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.
- વાનની ચોરી કરી તેને આઇસ્ક્રીમ પાર્લરમાં તબદીલ કરવાનો કીમિયો
- અન્ય વેપારીઓને મોબાઇલ આઇસક્રીમ વાન તૈયાર કરીને વેચાણ કરતા હતા
- છોટા હાથી વાનની ચોરી કરતી ગેંગના બે સાગરિતોની ધરપકડ