• અમદાવાદ મનપા કમિશનર મુકેશ કુમારની બદલી
  • લોચન સહેરાને બનાવાયા અમદાવાદ મનપાના નવા કમિશનર
  • મુકેશ કુમારને GSFCમાં મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા

WatchGujarat.સામાન્ય રીતે રાજ્યમાં ચૂંટણી નજીક આવતા સરકાર દ્વારા અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવતી હોય છે. હાલમાં પણ ગ્રામપંચાયતની ચૂંટણી પહેલા રાજ્યમાં મોટાપાયે બદલીનો દોર ચાલ્યો હતો.  જો કે હવે ગ્રામપંચાયતની ચૂંટણી પૂરી થઇ છે પરંતુ સરકાર દ્વારા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓમાં કરવામાં આવતો બદલીનો દોર યથાવત છે. આજે જ અમદાવાદ મનપા કમિશ્નર મુકેશ કુમારની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને લોચન શહેરાને અમદાવાદના મનપા કમિશ્નર બનાવાયા છે. મુકેશ કમારની GSFCમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્યના 7 આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અમદાવાદ મનપા કમિશ્નર મુકેશ કુમારની બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને લોચન શહેરાને અમદાવાદના મનપા કમિશ્નર બનાવાયા છે. મુકેશ કમારની GSFCમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. તેમની સાથે સાત આઇએએસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં રાકેશ શંકરને અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગનો વધારાનો ચાર્જ અપાયો છે. બી.આર. દવેને ગુજરાત લાઈવ હૂડ કોર્પોરેશનમાં મુકાયા છે. કે.સી. સંપતને સુરેન્દ્રનગર ડીડીઓ બનાવાયા છે. નવનાથ કોંડીબાને ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર બનાવાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ગુજરાત રાજ્ય પોલીસમાં 78 જેટલા પોલીસ જવાનોને બઢતી આપવામાં આવી છે. વર્ગ-3 ના પોલીસ સબ ઇન્સ્પેકટરોને હાલ પોલીસ ઇન્સ્પેકટર વર્ગ-2 નું પ્રમોશન આપવામાં આવ્યું છે. હંગામી ધોરણે આ અધિકારીઓને બઢતી આપી હોવાની માહિતી મળી છે. જ્યારે 21 ડિસેમ્બરે ડીજી ઓફિસ દ્વારા બઢતીના આદેશ કરતા પીએસઆઇ આલમમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud