• સાબરમતી રિવરફ્રન્ટ પર ફરવાની સાથે સ્વાદિષ્ટ ફુડની મજા માણી શકશો
  • આઇકોનિક ડિઝાઇનમાં બની રહ્યો છે ફુટ ઓવરબ્રિજ
  • આ ફુટ ઓવરબ્રિજ પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થઇને સામે પૂર્વ પટ્ટાને જોડશે

Watchgujrat. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર વધુ એક નવુ નજરાણું જોવા મળશે. અહીં મુલાકાતે આવતા પ્રવાસીઓ હવે સ્વાદિષ્ટ ફુડની મજા માણી શકશે. જેના માટે એક આઇકોનિક ડિઝાઇનમાં ફુટ ઓવરબ્રિજ તૈયાર થઇ રહ્યો છે.આવા જ બ્રિજ તમે વિદેશોમાં જોયા હશે. તદ્દન તેવો જ બ્રિજ રિવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહ્યો છે. જેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવનારા થોડા જ દિવસોમાં શહેરજનોને આ નવું નજરાણું મળશે. હાલ આ બ્રિજનું ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ ચાલી રહ્યું છે.તો ચાલો જાણીએ આ ઓવરબ્રિજની ખાસીયત શું છે.

હાલમાં અમદાવાદ સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. પણ તે 9 બ્રિજ સિવાય બીજા બે બ્રિજ બનાવવામાં આવ્યા છે. જેમાં એક મેટ્રો રેલ બ્રિજ અને બીજો છે ફૂટ ઓવરબ્રિજ. આ ફુટ ઓવરબ્રિજ અમદાવાદીઓને રિવરફ્રન્ટ સુધી ખેંચી લાવશે.જ્યાં તમને ફરવાની મજા તો આવશે જ સાથે-સાથે સ્વાદિષ્ટ ફૂડની પણ મજા માણી શકશો.

સાબરમતી નદી પર બની રહેલો આ ફુટ ઓવરબ્રિજ પશ્ચિમમાં આવેલા ફ્લાવર પાર્કમાંથી શરૂ થઇને સામે પૂર્વ પટ્ટાને જોડશે.રિવરફ્રન્ટ ખાતે તૈયાર થઈ રહેલા ફૂટ ઓવરબ્રિજની વિશેષતાની વાત કરીએ તો

  • ફૂટ ઓવરબ્રિજનું કામ 2018માં શરૂ કરાયુ હતું.
  • કુલ 79.29 કરોડના ખર્ચે તૈયાર થશેફૂટ ઓવરબ્રિજ.
  • બ્રિજની લંબાઈ 300 મીટર જ્યારે વચ્ચેના ભાગે પહોળાઈ 10થી 14 મીટર છે.
  • ફૂટ ઓવર બ્રિજ 2600 મેટ્રિક ટન લોખંડથી તૈયાર કરાયો છે.
  • ફ્લોરિંગ અને ફિનિસિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે.
  • આ કામ ત્રણ મહિનામાં પૂર્ણ થવાની શકયતા છે.
  • બ્રિજનો રંગ બદલાતો દેખાય તેવી LED લાઈટ મુકાશે.
  • બ્રિજ પર ફૂડ સ્ટોલ સહિતની સુવિધાઓ હશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ ફૂટ ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવા માટે  પહેલા બે વાર ટાઈમલાઈન આપવામાં આવી હતી. હજી પણ કામ પૂર્ણ નહીં થતા ત્રીજી વખત માર્ચ-2022માં કામ પૂર્ણ થશે તેવી ટાઈમલાઈન આપવામાં આવી છે. આશા છે કે હવે આ ફૂટ ઓવરબ્રિજની કામગીરી ત્વરીતે પૂર્ણ થાય અને અમદાવાદીઓને એક નવું નજરાણું માણવાની મજા મળે.આ પહેલા પણ પ્રવાસીઓનો આનંદ વધારવા માટે હેલિકોપ્ટ દ્નારા જોય રાઈડ શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત માત્ર શનિ-રવિ પ્રવાસીઓ હેલીકોપ્ટરમાં બેસીને સાત થી દસ મિનિટ રિવર ફ્રન્ટની આસપાસ નક્કી કરાયેલા રુટ પર આનંદ માણી શકે છે.

Facebook Comments Box

Videos

Our Partners