• ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા ઓફલાઇન વર્ગો બંધ કર્યા
  • સંચાલકોએ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી
  • સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ

WatchGujarat. અમદાવાદના થલતેજની ઉદગમ સ્કૂલનો વધુ એક મનસ્વી નિર્ણય સામે આવ્યો છે. જેમાં ઉદગમ સ્કૂલના સંચાલકોએ જાતે જ વિદ્યાર્થીઓને બે દિવસની રજા આપી દીધી છે. તથા ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા સ્કૂલે જાતે જ ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. ગતરોજની ઘટના બાદ વાલીઓનો વિરોધ પારખી ગયેલા શાળાના સંચાલકો દ્વારા આજે બાઉન્સરો ગોઠવી દેવામાં આવ્યા છે.

ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાતા ઓફલાઇન વર્ગો બંધ કર્યા

મીડિયા અહેવાલ મુજબ,  ગઇ કાલે ટ્રાન્સપોર્ટેશન મામલે થયેલી સમસ્યા બાદ સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓને રજા આપી છે. તથા કોઈપણ સ્કૂલ જિલ્લા શિક્ષણાધિકારીની પરવાનગી વગર ચાલુ દિવસમાં બાળકો માટે રજા જાહેર ના કરી શકે. તથા અમદાવાદ શહેર DEOએ કહ્યું કે સ્કૂલે આકસ્મિક રજા માટે પૂર્વ મંજૂરી લેવાની રહે છે, આવી કોઈ મંજુરી સંચાલકો દ્વારા લેવાઈ નથી. વારંવાર ઉદગમ સ્કૂલની મનમાની સામે શિક્ષણ વિભાગ લાચાર છે. વાલીઓના વિરોધને પારખી જઇ આજે સ્કુલ બહાર બાઉન્સરો મુકી દેવામાં આવ્યા છે.

સંચાલકોએ નિયમ વિરુદ્ધ વિદ્યાર્થીઓને બે દિવસની રજા

વિદ્યાર્થીઓને સ્કૂલ ટ્રાન્સપોર્ટેશનને કારણે સમસ્યાનો સામનો કરવો પડ્યો હોવાનો સ્વીકાર સ્કૂલ મેનેજમેન્ટ તરફથી કરવામાં આવ્યો છે. તથા ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા સર્જાઈ, જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસનો ભોગ લેવાશે. તથા સંચાલકોએ ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓને બે દિવસની રજા અપાઈ છે. તેમજ ધોરણ 6 થી 11 ના વિદ્યાર્થીઓને આજે રજા અપાઈ છે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ટ્રાન્સપોર્ટેશનની મદદથી સ્કૂલે પહોંચવા આદેશ કરાયો છે.

ઉદગમ સ્કૂલ આગળ 10 કરતા વધુ બાઉનસરો ગોઠવાયા

તેમજ વાલીઓના વિરોધ પગલે સ્ફૂલે બાઉનસરો ગોઠવ્યા છે. જેમાં ઉદગમ સ્કૂલ આગળ 10 કરતા વધુ બાઉનસરો ગોઠવાયા છે. ગઈકાલે સ્કૂલ બસ મિસ મેનેજમેન્ટથી હેરાન થઈ આજે રજુઆત માટે વાલીઓ આવવાના હતા. તથા વાલીઓ રજુઆત કરવા આવતા વાલીઓને રોકવા બાઉનસરો ગોઠવાયા છે. તેમાં સ્કૂલની મનમાની સામે વાલીઓ પણ લાચાર છે.

Facebook Comments Box

Videos

Our Partners