• શૈવલભાઇએ પોતાના મિત્ર બડી (કૂતરા)ની યાદમાં બનાવી એક મલ્ટી-સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ
  • તમામ પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી, પક્ષીઓ, કાચબા, સસલા, ખિસકોલીને સારવાર મળશે
  • કોઇ રખડતા કૂતરાને અહીં લાવે છે તો તેની સારવાર પણ કરવામાં આવશે

WatchGujarat. તમે અનેક રીતે પશુ પ્રેમીઓ જોયા હતા પોતાના પાલતુ પશુ કે પ્રાણી વિના રહી ન શકે અને એ જ્યારે દુનિયા છોડીને જાય ત્યારે આઘાતમાં સરી પડે છે.કેટલાક કિસ્સા એવા સાંભળ્યા હશે કે પોતાના સ્વજન કે પોતાનું પ્રિય કોઇ દુનિયા છોડીને જાય તો તેની યાદમાં કોઇ એવુ કામ કરે કે અન્ય લોકોને મદદ થાય સાથે મરનાર વ્યક્તિના સ્મરણોને યાદ કરી શકીએ. એવો જ એક કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો .અમદાવાદી શૈવલભાઇનો પશુ પ્રેમ જોઇને તમારું દિલ ખુશ થઇ જશે.

અમદાવાદમાં રહેતા 29 વર્ષીય શૈવલ એક મેકેનિકલ એન્જીનિયર છે અને પોતાની ટેક કંપની ચલાવે છે. તેને પોતાના પાલતુ કુતરાના મૃત્યુ બાદ ભારે આઘાત પહોંચ્યો હતો.આ ઘટનાએ શૈવલને પાળતું પ્રાણીઓ માટે સુવિધાયુક્ત હાઇ-ટેક હોસ્પિટલ બનાવવાની પ્રેરણા આપી અને તેને શરૂ કરી દીધી પશુ હોસ્પિટલ. 27 ઓક્ટોબર 2020ના દિવસ શૈવલ દેસાઇએ તેના સૌથી પ્રિય અને ખાસ મિત્ર બડી (કૂતરા)ને હંમેશા માટે ખોઇ દીધો હતો.તેના પાલતું કૂતરાના પેટમાં અમુક સમસ્યાના કારણે તેનું મોત નીપજ્યું હતું. શૈવલને આ ઘટના બાદ એક પશુ હોસ્પિટલ શરૂ કરવાનો વિચાર આવ્યો. જોકે આ વિચારે હકીકતમાં આકાર લેતા ઘણો સમય લગાવ્યો, પરંતુ આખરે તેણે પશુઓ માટે એક મલ્ટી-સ્પેશ્યાલિસ્ટ હોસ્પિટલ બનાવી, જે કોઇ પણ નફાની કમાણીના ઇરાદા વગર પશુઓ માટે તમામ સારવાર પૂરી પાડવામાં આવે છે.

મિડીયા સાથે વાતચીત કરતાં શૈવલભાઇએ જણાવ્યું હતુ કે પશુચિકિત્સકોએ મને વાયદો કર્યો કે તેઓ તેનું નિદાન કરશે. પરંતુ તેઓએ પોતાનું વચન ન નિભાવ્યું. મે બડીને શહેરના દરેક પશુચિકિત્સકને બતાવ્યું પણ તેને કોઇ પણ ડોક્ટર બચાવી શક્યા નહીં. હું ખાસ ધ્યાન રાખવા માંગું છું કે સારવારના અભાવે કોઇ પણ વ્યક્તિ અહીં પોતાના સૌથી ખાસ મિત્રને હંમેશા માટે ખોઇ ન બેસે. આ હોસ્પિટલ મે બડીના સન્માનમાં બનાવી છે અને તેથી તેનું નામ બેસ્ટબડ્સ રાખ્યું છે. હાલમાં આ હોસ્પિટલ સુવિધા તરીકે એક DR એક્સ-રે રૂમ ધરાવે છે જે તમામ એંગલમાંથી એક્સ-રે લે છે, એક ડેન્ટલ સ્ટેશન, “V” ઓપરેટિંગ ટેબલ સાથેનો એક નાનો સર્જરી રૂમ જે સર્જરી દરમિયાન પ્રાણીના શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને એનેસ્થેસિયા ગેસ એવાપોરેટર છે. તેમાં કૂતરા માટે વેન્ટિલેટર પણ છે, જે ગુજરાત માટે પ્રથમ છે. આ હોસ્પિટલમાં એક ગ્રૂમિંગ સેન્ટર પણ છે જ્યાં શહેરના શ્રેષ્ઠ પાળતુ પ્રાણી ચિકિત્સકો કામ કરશે અને ક્રોસ ઇન્ફેક્શનને ટાળવા માટે એક ડર્મીટોલોજીસ્ટ બાથ એરિયા પણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે બેસ્ટબડ્સ તમામ પાલતુ પ્રાણીઓ જેવા કે કૂતરા, બિલાડી, પક્ષીઓ, કાચબા, સસલા, ખિસકોલીને સારવાર પૂરી પાડે છે. કોઇ રખડતા કૂતરાને અહીં લાવે છે તો તેની સારવાર પણ કરવામાં આવશે. ખરેખર મુંગા પ્રાણીઓ માટે કરવામાં આવેલુ આ કામ ખૂબ જ સરાહનીય છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud