• સતત વ્યસ્ત રહેતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે તાજેતરમાં મોડી રાત્રે 02/11/21 ના રોજ અનેક કાર પર પથ્થર પડ્યા
  • પોલીસને બાતમીના આધારે બંને આરોપીઓની પકડી પાડવામાં સફળતા મળી
  • પથ્થર ફેંકવા પાછળનું કારણ જાણીને તમે પણ એક વખત આશ્રર્યમાં પડી જશો

WatchGujarat. હાઇવે ને રાષ્ટ્રના અર્થતંત્રમાં મહત્વનું ગણવામાં આવે છે. તાજેતરમાં 2/11/21 ના રોજ અમદાવાદ- વડોદરા હાઇવે પર પસાર થતી અનેક કારોમાં આણંદ નજીક પથ્થર પડ્યા હતા. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તો બીજી તરફ આ મામલે પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે અનેક ટીમો કામે લગાડવામાં આવી હતી. આજરોજ પોલીસ દ્વારા આ મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થર ફેંકવા પાછળનું કારણ જાણીને તમે પણ એક વખત આશ્રર્યમાં પડી જશો તે નક્કી છે.

સતત વ્યસ્ત રહેતા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ પાસે તાજેતરમાં મોડી રાત્રે 02/11/21 ના રોજ અનેક કાર પર પથ્થર પડ્યા હતા. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તો બીજી તરફ  આણંદ  પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આજરોજ આ મામલે પોલીસને એક્સપ્રેસ હાઇવે પર ભય ઉભો કરનારા શખ્સોની અટકાયત કરવામાં સફળતા મળી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે, બે આરોપીઓએ હરિફાઇમાં હાઇવે પર કાર પર પથ્થર મારો કરીને નાસી છુટ્યા હતા. પોલીસને બાતમીના આધારે બંને આરોપીઓની પકડી પાડવામાં સફળતા મળી છે. આરોપીઓના નામ કપિલ પસાયા, સંજન વસાવા છે. બંને આરોપીઓનો લૂંટ કરવાનો કોઇ ઇરાદો ન હતો.

પોલીસ સુત્રએ ઉમેર્યું હતું કે, બંને આરોપીઓએ વધારે ઝડપથી ઘા કરવાના ઇરાદે પથ્થર માર્યા હતા. તપાસમાં વાત બહાર આવી કે બે પૈકી એક પણ આરોપીનો ગુનાહિત ઇતિહાસ નથી. આવતી કાલે તેમના રિમાન્ડ માંગવામાં આવશે.

Facebook Comments Box

Videos

Our Partners