• અમદાવદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે સવારે આણંદ નજીક ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો
  • ફાયરની ટીમે તથા પોલીસે મળી ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવરને રેસ્ક્યુ કરી તાત્કાલીક હોસ્પિટલ ખસેડ્યો
  • અક્સમાતના પગલે વડોદરા તરફ જતા લેન પર વાહનોની લાંબી કતારો લાગી

WatchGujarat. અમદાવદ-વડોદરા એક્સપ્રેસ વે પર આજે સવારે આણંદ નજીક ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. ચાલુ રસ્તે પૂર ઝડપે પાછળથી આવી રહેલો ટ્રક એક ટ્રેલરમાં ઘુસી ગયો હતો. અક્સમાતના પગલે ટ્રક ચાલાક ગંભીર રીતે ડ્રાયવર કેબીનમાં ફસાઈ ગયો. જોકે ફાયરની ટીમે તથા પોલીસે મળી ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવરને રેસ્ક્યુ કરી તાત્કાલીક ધોરણે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલ ખસેડ્યો હતો. આ સાથે એક્સપ્રેસ વે ની વચ્ચો વચ અક્સમાત સર્જાતા વડોદરા તરફ જતા લેન પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.

હાઈવે તથા એક્સપ્રેસ વે પર અક્સમાત થવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. બેદરકારીના કારણે અનેક અક્સમાતોમાં ઘણા લોકોના જીવ જઈ રહ્યો છે. તેવામાં આજે વધુ એક અક્સમાતનો બનાવ સામે આવ્યો હતો. જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વડોદરા આવવાના લેન તરફ અને આણંદ નજીક એક ટ્રક પાછળથી પુર ઝડપે આવી ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જેથી એક્સપ્રેસ વે ની વચ્ચો વચ ગમખ્વાર અક્સમાત સર્જાયો હતો. આ અક્સમાતમાં ડ્રાઈવર કેબીનનો કચરઘાણ વળી ગયો હતો.

ગમખ્વાર અક્સમાતમાં ટ્રક ચાલક ડ્રઈવર કેબીનમાં ખુબ ગંભીર રીતે ફસાઈ ગયો હતો. જોકે અક્સમાતની જાણ થતા પોલીસનો કાફલો તથા ફાયર વીભાગની ટીમ બનાવના સ્થળે દોડી આવી હતી. અને તાતકાલીક ઘોરણે ડ્રાઈવરને રેસ્ક્યું કરવાની કમગીરી શરૂ કરી દીધી હતી. અને ભારે જગ્ગો જહેમદ બાદ ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવરને રેસ્ક્યું કરાયો હતો. ત્યારબાદ તેને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકના હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અક્સમાત એટલો ભયાનક હતો કે, ઘટના થઈ હોવાના નજીક રહેતા અનેક લોકો અક્સમાત જોવા ઉમટી પડ્યા હતો. આ સાથે વડોદરા તરફ આવતા લેન પર ભારે ટ્રાફીક જામ થઈ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud