• છેલ્લી ઘડીએ વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રહેતાં મહાનુભવો માટે ભાડે લીધેલી કારો પરત મોકલવી પડી
  • વાઇબ્રન્ટ ગુજરાત મોકુફ રહેતાં ટ્રાવેલર્સની મુશ્કેલી વધી
  • સમિટમાં આવનારાં મહાનુભાવોની કારોનાં ભાડા પાછળ દોઢ થી બે કરોડ ખર્ચ થવાનો હતો

WatchGujarat. નવા વેરિયન્ટ ઓમિક્રોને લઇને સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે. આખરે રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ મોકુફ રાખવામાં આવી હતી જેના કારણે નેપાળ રશિયા સહિતનાં દેશોના વડાપ્રધાન માટે મર્સિડીસ, બીએમડબલ્યું કારોનો કાફલો મુંબઇથી મંગાવ્યો હતો. પરંતુ છેલ્લી ઘડીએ વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રહેતાં તમામ કારો પરત મોકલવી પડી હતી.

મળતી માહિતી મુજબ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દેશે-વિદેશીથી આવનાર મહાનુભાવો માટે 600થી વધુ કારો ભાડે લેવા નક્કી કરાયું હતુ. ડેલિગેટોને એરપોર્ટથી મહાત્મા મંદિર સહિત અન્ય સ્થળોએ લાવવા લઇ જવા માટે ઓડી, કોરોલા, વડાપ્રધાન માટે મુંબઇથી 130 મર્સિડીસ એસ ક્લાસ અને બીએમડબલ્યુ કારો ભાડે મંગાવાઇ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવનારાં મહાનુભાવોની કારોનુ ભાડા પાછળ દોઢ થી બે કરોડ ખર્ચ થવાનો હતો. વાઇબ્રન્ટ સમિટને આડે બે-ત્રણ દિવસ બાકી રહ્યા હતા ત્યારે મહાનુભાવોની કારોની પોલીસ દ્વારા ચકાસણ થવાની હતી અન કારોના કાફલા સાથે રિહર્સલ થવાનું હતુ. આ કારણોસર કારો મુંબઇથી અમદાવાદ પહોંચી રહી હતી ત્યાં અચાનક જ વાઇબ્રન્ટ સમિટ રદ્દ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ટ્રાવેલર્સ કોન્ટ્રાક્ટરોને આ મામલે જાણ કરવામાં આવી હતી પણ ત્યાં સુધીમાં તો કારોનો કાફલો છેક અમદાવાદ પહોંચવા આવ્યો હતો. આખરે બધીય કારોને મુંબઇ પરત મોકલાવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud