લોકો દેખાદેખી અથવાતો કંપનીના દાવાઓથી પ્રેરાઇને લક્ઝુરીયસ કાર લેતા હોય છે, આ સામાન્ય વાત છે
મોંઘી કાર લીધા બાદ પણ જરૂરી સર્વિસ અને સપોર્ટ કંપની તરફથી ન મળે ત્યારે કેટલીક વખત કાર માલિક અજીબ વિટંબણા અનુભવે છે
સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં ઢોલ નગારા સાથે આગળ દોરડા બાંધીને કારને લઇ જવામાં આવી રહી હોવાનું જોઇ શકાય છે
વિડીયો હાલ સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, અને કાર માલિકના વેદના કરોડો લોકો સુધી પહોંચવા પામી છે
Watchgujarat. હાલ દેશભરમાં લગ્નની મોસમ ચાલી રહી છે. ત્યારે રસ્તા પર ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇને જાનૈયાઓ સાથે વરઘોડો નિકળવા સામાન્ય વાત છે. પરંતુ તાજેતરમાં અમદાવાદમાં લક્ઝુરીયસ કારનો વરઘોડો નિકળ્યો હતો. જેણે રાહદારીઓનું ધ્યાન ખેંચ્યું હતું. ગાડી પર સ્ટીકર માર્યું હતું કે, આના કરતા તો રીક્ષા સારી. સોશિયલ મીડિયામાં આ ઘટનાનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
https://youtu.be/78hC3jqy0MU
લોકો દેખાદેખી અથવાતો કંપનીના દાવાઓથી પ્રેરાઇને લક્ઝુરીયસ કાર લેતા હોય છે, આ સામાન્ય વાત છે. પરંતુ કેટલીક વખત આ પ્રકારની પ્રેરણા કાર ખરીદનારાઓ માટે દુખદાયી નિવડે છે. મોંઘી કાર લીધા બાદ પણ જરૂરી સર્વિસ અને સપોર્ટ કંપની તરફથી ન મળે ત્યારે કેટલીક વખત કાર માલિક અજીબ વિટંબણા અનુભવે છે. તો કેટલાક કિસ્સાઓમાં તો માલિક માનસીક દબાણમાં પણ મુકાઇ જાય છે. તેવા સમયે કરોડો રૂપિયા આપીને લક્ઝુરીયસ કાર ખરીદનાર શું કરી શકે તેવી એક ઘટના સામે આવી છે.
તાજેતરમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઢોલ નગારા સાથે આગળ દોરડા બાંધીને કારને લઇ જવામાં આવી રહી હોવાનું જોઇ શકાય છે. કાર પર ઘાસના પુડા નાંખવામાં આવ્યા છે. અને કારની આજુબાજુમાં પોસ્ટરો મારવામાં આવ્યા છે. પોસ્ટર પર કાર કંપની દ્વારા કોઇ સર્વિસ આપવામાં નહિ આવતી હોવાનું લખાણ છે. તો બીજા પોસ્ટરમાં આના કરતા તો રીક્ષા સારી લખ્યું હોવાનું વાયરલ વિડીયોમાં જોઇ શકાય છે.
કાર જ્યાંથી પસાર થાય છે ત્યાં લોકોનું ધ્યાન ખેંચાય છે. અને તેની આસપાસનું લખાણ વાંચીને આશ્રર્યમાં મુકાયા હોવાનો અંદાજો વિડીયો પરથી લગાડી શકાય છે. આ વિડીયો હાલ સમગ્ર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અને કાર માલિકના વેદના કરોડો લોકો સુધી પહોંચવા પામી છે. હવે આ મામલે કાર કંપની દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
નોંધ – watchgujarat.com વાયરલ વિડીયો અંગે કોઇ ખરાઇ કરતું નથી.