બોડકદેવી વિસ્તારમાં રહેતા પરેશભાઈ જાનીએ કાંકરીયા ઝૂ ની હાથણી રૂપાને 14 વર્ષથી દત્તક લીધી
કાંકરિયા ઝૂ ખાતે દત્તક લીધેલી રૂપાને 6 વર્ષ સળંગ દત્તક રાખવા બદલ પરેશભાઈના પરિવારને લિમ્કા બૂકમાં સ્થાન મળ્યું
પરેશભાઈએ માતાના અવસાન પછી તેમના પાછળ પુણ્યનું કામ કરવાના વિચાર કરતા રૂપાને દત્તક લીધી હતી
વર્ષ 2008માં કાંકરિયા ઝૂ દ્વારા પ્રાણીઓને દત્તક લેવાની યોજના બહાર પડાઇ હતી
WatchGujarat. હાથી દેખાવમાં જેટલો સુંદર લાગે છે તેને પાલવવું એટલું જ મુશ્કેલ હોય છે. કારણે કે તેના મહાકાય દકના કારણે તેના ખોરાક-પાણીનો ખર્ચ પણ વધુ થતો હોય છે. જેથી ઘણા ઓછા લોકો છે જે હાથીને પાલવી શકે. પરંતુ અમદાવાદમાં રહેતા જીવદયાપ્રેમી પરેશભાઈ જાનીએ એક હાથણીને દત્તક લીધી છે. એટલું જ નહીં તેની પાછળ છેલ્લા 14 વર્ષમાં અધધધ 50 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. એટલું જ નહીં હાથીને દત્તક લીધો હોય તેવો આ એશિયાનો પ્રથમ કિસ્સો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલી સારથી વિભાગ-૩માં રહેતા સેવાભાવી અને પ્રાણીપ્રેમી પરેશભાઇ જાની અને તેમના પરિવાર દ્વારા છેલ્લાં 14 વર્ષથી 'રૂપા' નામની હાથણી દત્તક લઇને તેનો સમગ્ર ખર્ચ ઉઠાવી રહ્યા છે. વર્ષ 1992માં કર્ણાટકના બન્નરઘટ્ટા નેશનલ પાર્કમાંથી કાંકરિયા ઝૂમાં લવાયેલી હાથણીને 'રૂપા' નામ અપાયું હતું. વર્ષ 2008માં કાંકરિયા ઝૂ દ્વારા પ્રાણીઓને દત્તક લેવાની યોજના બહાર પડાઇ હતી. ત્યારે આ યોજના અંતર્ગત એડવોકેટ અને સોલિસિટર તરીકે સેવા આપતા પરેશભાઇ જાનીએ 'રૂપા' દત્તક લીધી હતી.
આ અંગે વાત કરતાં પરેશભાઈએ કહ્યું કે, વર્ષ 2008માં 80 વર્ષીય માતૃશ્રી જશુબા જાનીનું અવસાન થયું હતું. માતાના અવસાન પછી તેમના પાછળ પુણ્યનું કામ કરવાના વિચાર કર્યો હતો. ત્યારે માતૃશ્રીના તેરમાના દિવસે પરિવારના બધા સભ્યો એકત્રિત થયા હતા. તે સમયે આ વાતને રજૂ કરી હતી. જે પછીના દિવસે અમે કાંકરિયા ઝૂ દ્વારા 'ફ્રેન્ડ્ઝ ઓફ ઝૂ'ની આપવામાં આવેલી યોજનાને જાણીને હું મારા પરિવાર સાથે કાંકરિયા ઝૂ ખાતે ગયો હતો. કાંકરિયા ઝૂમાં જઇને તમામ પ્રાણીઓ અને પક્ષીઓને જોયા પછી મારા પરિવાર દ્વારા 'રૂપા' હાથણીને એક વર્ષ માટે દત્તક લેવાનું નક્કી કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રૂપાનો એક વર્ષનો ખર્ચ 2,58,260 હજાર થતો હતો. તેઓ વધુમાં જણાવે છે કે, અમારા જાની પરિવારના સભ્યો દ્વારા રૂપાને એક વર્ષ માટે દત્તક લીધા પછી અમે તેમાં દર વર્ષે વધારો કરતા 14 વર્ષ થઇ ગયા છે.
એશિયાની પ્રથમ ઘટના
પરેશભાઈ જાની આ અંગે જણાવે છે કે, આપણા ત્યાં પરિવારમાંથી કોઇ વ્યક્તિનું મૃત્યુ થાય તો બાળકો, વડીલો તેમજ ધાર્મિક સ્થળની યાત્રા કરીને તેમની સ્મૃતિમાં ખર્ચ કરવામાં આવે છે. અમારા પરિવાર દ્વારા રિદ્ધિ-સિદ્ધિના ભગવાન ગણશેનું મુખ હાથી છે અને હાથીની સેવા કરવી એ સૌથી સારું કાર્ય છે અને તેને માટે અમે રૃપાને દત્તક લીધી છે. એક દિવસ સવારે મારા પર ફોન લિમ્કા બુકના પ્રતિનિધિનો ફોન આવ્યો અને તેમણે મારી પાસેથી દત્તક રૂપા વિશેની માહિતી મેળવી હતી. વર્ષ 2015ની આવૃત્તિમાં 'ફર્સ્ટ એડોપ્શન ઓફ એલિફન્ટ'ના મથાળા હેઠળ પરેશ જાની અને તેમના પરિવારની માહિતી આપવામાં આવી હતી.
પરિવારના એક સભ્ય જેટલું જ છે રૂપાનું મહત્વ
વર્ષ 2008થી દત્તક લીધેલ રૂપાનો એક વર્ષનો ખર્ચ 2, 58, 260 લાખ છે સાથે 33 ટકા ઇન્કમ ટેક્સની રકમની ચૂકવવામાં આવે છે. અમે છેલ્લાં 14 વર્ષમાં કાંકરિયા ઝૂને 50 લાખ રૂપિયાની રકમ સેવાકાર્યમાં આપી ચૂક્યા છીએ. દેશના વિવિધ ઝૂમાં આવા પ્રાણીઓને દત્તક લેવા માટે વપરાતી રકમમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ઇન્કમ ટેક્સ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે તે ઇચ્છનીય છે સાથે તેના પર વિચાર કરવાની જરૂરિયાત છે. અમારા પરિવારના બાળકો જ્યારે ટેલિવિઝન કે કોઇ રસ્તામાં જ્યારે હાથીને જુએ તો તેઓ કહે કે, દાદા આ આપણી રૂપા છે. પરિવારના બધા સભ્યો દરેક દિવસે રૂપાને મનથી યાદ કરે છે સાથે પરિવારના સભ્યો બધા જ દર વર્ષે ત્રણથી ચાર વાર સભ્યો રૂપાના દર્શન કરવા માટે જાય છે.
- બોડકદેવી વિસ્તારમાં રહેતા પરેશભાઈ જાનીએ કાંકરીયા ઝૂ ની હાથણી રૂપાને 14 વર્ષથી દત્તક લીધી
- કાંકરિયા ઝૂ ખાતે દત્તક લીધેલી રૂપાને 6 વર્ષ સળંગ દત્તક રાખવા બદલ પરેશભાઈના પરિવારને લિમ્કા બૂકમાં સ્થાન મળ્યું
- પરેશભાઈએ માતાના અવસાન પછી તેમના પાછળ પુણ્યનું કામ કરવાના વિચાર કરતા રૂપાને દત્તક લીધી હતી
- વર્ષ 2008માં કાંકરિયા ઝૂ દ્વારા પ્રાણીઓને દત્તક લેવાની યોજના બહાર પડાઇ હતી