• આંબાજી નજીક આવેલા દાંતામાં પરિવારના મોભીનું હાર્ટ એટેકમાં મૃત્યુ થયા બાદ પાળેલા કુતરાએ અન્ન – જળનો ત્યાગ કર્યો
  • વાતની જાણ થતા પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા
  • પાડેલું કુતરૂ એક પરિવારનું સભ્ય બની ગયું છે તેવી રીતે તેને સાચવતા હતા – પરિજન

WatchGujarat. આપણે અત્યાર સુધીમાં ફિલ્મોમાં અનેકવાર કુતરા અને માલિક વચ્ચેના પ્રેમના દૃષ્ટાંતો જોયા હશે અથવા તો સાંભળ્યા હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં ભાગ્યે જ જોવા મળે છે.જયારે પ્રાણીની વફાદારી તેમજ અપાર પ્રેમ વાત આવે ત્યારે કૂતરાનું નામ પ્રથમ આવે છે.તે એક એવું પ્રાણી છે જે તેના માલિકને ખુશ કરી શકે છે અને તેના માટે પોતાનું જીવન બલિદાન આપી શકે છે.જ્યારે એકલા રહેનાર અથવા તો પરિવારના લોકો માટે કોઈ પાલતુની વાત આવે છે ત્યારે લોકો આ પાલતુ કૂતરાને તેમની સાથે રાખવાનું પસંદ કરે છે.કારણકે તે વફાદારી તેમજ લાગણીનું જીવંત ઉદાહરણ છે.ત્યારે આવી જ એક ઘટના દાંતામાં જોવા મળી હતી જેમાં પાળેલા કૂતરાએ માલિકના નિધન બાદ ખોરાક લેવાનું છોડી દેતા પોતાનો દેહ છોડી દીધો હતો.

આ બાબત અંગે વધુમાં જણાવતા દાંતામાં એક યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.જેમાં માલિકના એક સપ્તાહ બાદ તેમના પાળેલા કૂતરાએ ખોરાક લેવાનું છોડી દીધુ હતું ત્યાર બાદ કૂતરાએ દેહ છોડી દીધો હતો.આ વાતની જાણ થતા પરિવારજનો યુવક અને સભ્ય સમાન કૂતરાની અણધારી વિદાયથી બેવડા આઘાતમાં સરી પડ્યા છે.આ પાળેલા કૂતરાએ માલિક પ્રત્યેની અબોલ લાગણી અને વફાદારી નિભાવતાં અંતમાં પોતે દેહ અર્પી દીધો હતો.આ એક લાગણીસભર કિસ્સો બનવા પામ્યો છે જેમાં અનેક લોકોના હ્રદય લાગણીથી ભરી ઉઠ્યા હતા.આવો કિસ્સો ભાગ્યે જ જોવા મળે છે જેમાં પાલતુ કૂતરો પોતાનો જીવ આપી દેતા હોય છે.

વધુમાં જણાવતા આ અંગે પરિવારના સભ્યોમાંથી મોભી શૈલેષજી ડાહ્યાજી રાઠોડ (ઠાકોર)એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા મોટાભાઇ પ્રવિણજી રાઠોડનું 15 દિવસ અગાઉ હાર્ટ એટેકથી નિધન થયું હતુ. તેમની સ્મશાનયાત્રા નીકાળવામાં આવી ત્યારે પાંજરામાં પુરેલો પાળેલો કુતરો ટોમી ખુબ ભસ્યો હતો.જોકે, તે પછી ભસવાનું બંધ કરી દીધું હતુ. આ બાબત થયા બાદ તેણે પાણી કે ખોરાક લેવાનું પણ બંધ કરી દીધુ હતુ. ડોકટરને બોલાવી સારવાર કરાવી હતી.પરંતુ ભાઇના નિધન પછી એક સપ્તાહમાં જ તેમનો વિરહ અને દુઃખ સહન ન થતાં ટોમીએ પણ દેહ છોડી દીધો હતો.પરિવારમાં પત્ની અને બે પુત્રીઓ છે. પ્રવિણજીએ જર્મન જાતિના કૂતરાનું ચાર માસનું ગલુડીયું લાવીને મોટુ કર્યુ હતુ.તેની સારસંભાળ કરીને તે બંને જણા એક લાગણીના તાંતણે બંધાયા હતા.તેથી તેમનું પાડેલું કુતરૂ એક પરિવારનું સભ્ય બની ગયું છે તેવી રીતે તેને સાચવતા હતા.આમ કુતરાએ પોતાની વફાદારી તેમજ પ્રેમ આપવામાં પોતાનું ઋણ ચૂકવી દીધું તેમ કહી શકાય.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud