• અંબાજી આજે ભાદરવી મહાપૂનમે લાખો માઈભક્તો માંના ચરણોમાં શીષ ઝુકાવશે
  • શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત
  • યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવાના હેતુસર અત્યંત આધુનિક ટેક્નોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી
  • જેમાં અધ્યતન ટેક્નોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે, આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું

 

WatchGujarat. યાત્રાધામ અંબાજી એક અઠવાડીયાથી ભાદરવી પૂનમ મહામેળાની અસમંજસ વચ્ચે લાખો માઈભક્તો પગપાળા આવી જગત જનની માં અંબાના ચરણોમાં શીષ ઝુકાવી નવરાત્રિના પાવન પર્વમાં પોતાના ગામ અને ઘરે પધારવાનું આમંત્રણ પાઠવી પ્રસન્ન મને પોતાના વતન પરત ફર્યા. શ્રધ્ધાળુઓની સુવિધાઓ માટે વહિવટી તંત્ર અને પોલીસ ખડેપગે ફરજ ઉપર તૈનાત કરાયા છે. વિશ્વ પ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજીમાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો દર્શનાર્થે આવે છે. અંબાજીઆવતા યાત્રિકોની સુરક્ષા અને સલામતી જાળવવી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ માટે અત્યંત મહત્વની બાબત છે. જે માટે અત્યંત આધુનિક ટેક્નોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બનાસકાંઠા કલેકટરશ્રી અને અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વિશ્વની ઉચ્ચકક્ષાની આધુનિક ટેકનોલોજીથી અંબાજીમાં આવનાર યાત્રાળુઓને સુરક્ષા પ્રદાન કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. જે માટે અત્યંત આધુનિક ટેકનોલોજીનો અંબાજી ખાતે આજથી પ્રાયોગીક ધોરણે શરૂ કરવામાં આવી છે. જેમાં અદ્યતન ટેકનોલોજીયુક્ત બોડીવોર્ન કેમેરાનો પ્રયોગ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે બોડીવોર્ન કેમેરામાં હાઈરીઝોલ્યુશન યુક્ત ઓડીયો તેમજ વીડીયો ક્લાઉડબેઝ સિસ્ટમ ઉપર રેકોર્ડ થાય છે. આ કેમેરા સુરક્ષા અધિકારીએ પોતાના શરીર ઉપર લગાવવાના હોય છે. જે તે સ્થળનું લાઈવ ઓડીયો-વીડીયો રેકોડીંગ સિસ્ટમમાં સ્ટોર થાય છે તેમજ તેને કયારેય પણ ડીલીટ કરી શકાતુ નથી. આ કેમેરાના સોફ્ટવેર તેમજ હાર્ડવેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની ઉચ્ચ ગુણવતાયુકત તેમજ સુરક્ષાયુક્ત ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવેલો છે. સંદિગ્ધ વ્યક્તિઓ અને સુલેહ શાંતિનો ભંગ કરતા ઈસમો ઉપર બાઝ નજર રાખવામાં આવશે.

આજે ભાદરવી પૂનમ હોઈ લાખો પગપાળા આવતાં માઈભક્તો માંડવડીઓ સાથે હાથમાં લાલ ધજાઓ લઈ નાચતાં-કૂદતાં દરબાદમાં પહોંચશે અને માંના ચરણોમાં શીષ ઝુકાવશે. બે-ત્રણ દિવસથી યાત્રિકોના પ્રવાહમાં નોંધપાત્ર વધારો જોવા મળતો હતો. ત્યારે ભાદરવી પૂનમના સમયગાળામાં આ પ્રકારના હાઈટેકનોલોજી અને આધુનિક બોડીવોર્ન કેમેરાનો ઉપયોગ કરી મંદિર ટ્રસ્ટ અને પોલીસ તંત્રના સંકલનથી અંબાજીમાં દર્શનાર્થે પધારતા યાત્રિકોને સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. ગુજરાત રાજયના તમામ મંદિરો પૈકી અંબાજી મંદિરમાં સૌ પ્રથમવાર આ પ્રકારની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે તા.19 સપ્ટેામ્બર-2021ના રોજ અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને નાયબ કલેકટરશ્રી સુધેન્દ્રસિંહ જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ કેમેરાનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને મંદિર ખાતે વિવિધ સ્થળના સુરક્ષાકર્મીઓને તાલીમ આપી કાર્યરત કરવામાં આવ્યાં છે.

ભાદરવી ચૌદશે રાજકોટથી છેલ્લા ૨૦ વર્ષથી જય અંબે પગપાળા સંઘ અંબાજી આવે છે. આ સંઘની ખૂબી એ હોય છે કે સંઘમાં આવતા તમામ પુરુષો-મહિલાઓ અને નાના-નાના બાળકોને એક જ કલરનો કલાત્મક ડીઝાઈનવાળો હોય છે. દર વર્ષે અલગ અલગ ડ્રેસ પરિધાન કરીને આ સંઘ માતાજીને ધજા ચઢાવે છે.

ચાચરચોકમાં માતાજીના ગરબા રમે છે. એક જ ડ્રેસમાં હોવાથી આ સંઘ ભારે આકર્ષણ જમાવે છે. આ ઉપરાંત આજે પણ હજારો ધજાઓ માતાજીના શિખરે ચઢાવવામાં આવી હતી. ભાદરવી પૂનમના દિવસો દરમિયાન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા દર્શન માટેની અને પ્રસાદી માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. પાટણ સિધ્ધહેમ સેવા કેમ્પ દ્વારા દોઢ લાખથી વધુ માઈભક્તોને ભોજનરૃપી પ્રસાદ પીરસ્યો હતો. આ સંઘની સેવા ખૂબ જ ઉમદા રહી હતી. આ વખતે મહામેળો બંધ હોવાથી ચારથી પાંચ જેટલા જ સેવા કેમ્પોને મંજૂરી આપવામાં આવી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud