• ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે
  • અંબરીશ ડેર ભાજપનો કાર્યકર હતો. મેં તેમને પરત આવવાનું કોઈ આમંત્રણ આપ્યું નથી-પાટીલ
  • એઇમ્સ સહિતનાં એકપણ પ્રોજેકટ રોકવામાં નહીં આવે તેવી ખાતરી આપી

WatchGujarat. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે રાજકોટની મુલાકાતે છે. આ તકે તેમણે સરકીટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં પાટીલે જણાવ્યું હતું કે, અંબરીશ ડેર ભાજપનો કાર્યકર હતો. મેં તેમને પરત આવવાનું કોઈ આમંત્રણ આપ્યું નથી. હવે કોંગ્રેસનાં લોકોને લેવા તૈયાર નથી. તો માસ્કનો દંડ હટાવવા મુખ્યમંત્રીને રજૂઆત કરવા અંગે તેમજ એઇમ્સ સહિતનાં એકપણ પ્રોજેકટ રોકવામાં નહીં આવે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

સી.આર.પાટીલનાં જણાવ્યા મુજબ ચૂંટણી માટે હજુ ઘણો સમય બાકી છે. તે દરમિયાન ભાજપ પ્રવાસ ખેડી સંગઠનને મજબૂત કરવા પ્રયત્ન કરે છે. રાજકોટ શહેર પ્રમુખ કમલેશ મીરાણી ખૂબ સારી રીતે સંગઠન ચલાવે છે. તેમજ આગામી ચૂંટણી પણ તેની આગેવાનીમાં જ લડાશે. તો કૃષિકાયદા પરત લેવા અંગે જણાવતા કહ્યું હતું કે, PM મોદીએ જે નિર્ણય કર્યો તે ખૂબ વિચારીને કર્યો છે, મોદી ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવ્યા છે. કૃષિ કાયદા પણ ખેડૂતોના હિતનું પગલું હતું. પરંતુ આ માટે ખેડૂતો સહમત નહીં હોવાથી આંદોલન ચાલી રહ્યું હતું, જેને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

અમરેલીમાં અંબરીશ ડેર અંગે કરેલા વિધાન મામલે જણાવતા પાટીલે કહ્યું હતું કે, અંબરીશ ડેર ભાજપનો કાર્યકર હતો. મેં તેમને કોઈ આમંત્રણ આપ્યું નથી. હાલ અમે કોંગ્રેસના લોકોને લેવા તૈયાર નથી. પાટીદારોનાં કેસ અંગે જણાવતા કહ્યું હતું કે, પાટીદારોના ઘણા કેસ પરત ખેંચાયા છે. હજુ બાકી કેસ ખેંચવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, દેશમાં દરેક લોકોને શું ખાવું તે માટે સ્વતંત્રતા છે, ત્યારે લારીઓને હટાવવી યોગ્ય નથી. તાજેતરમાં સ્નેહમિલન યોજાઈ ગયું હોવાથી માત્ર મારા માટે ફરીવાર કાર્યકરોને ભેગા કરવા યોગ્ય નથી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદ મામલે જણાવતા તેમણે કહ્યું હતું કે, સૌ. યુનિમાં નો રિપીટ થિયરી લાગુ કરીશું. અને ભરતીકાંડમાં જે કોઈપણ સામેલ હશે તેની સામે કાર્યવાહી કરવાની ખાતરી પણ તેમણે આપી હતી.

ઉલ્લેખનીય છે કે, સત્તા પરિવર્તન બાદ સીઆર પાટીલ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે, ત્યારે પૂર્વ સીએમ વિજય રૂપાણી અને પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા રાજકોટમાં હાજર નથી. આ બંને નેતાઓ બહારગામ હોવાનું કહેવામાં આવ્યું છે. તો બ્રહ્મસમાજ દ્વારા પણ પાટીલ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હોવા છતાં બ્રહ્મસમાજના આગેવાન નીતિન ભારદ્વાજ પણ બહારગામ હોવાનું સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે. આ તમામ બાબતોને લઈને ભાજપનો આંતરિક વિવાદ ફરી એકવાર સપાટી ઉપર આવ્યાનો ગણગણાટ રાજકીય વર્તુળોમાં ચાલી રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud