અમેરિકામાં રહેતા હિન્દુઓને નવરાત્રીના અવસર પર મોટી ભેટ મળી છે. ન્યુયોર્કની એક પ્રખ્યાત શેરી હવે ભગવાન ગણેશ તરીકે ઓળખાશે. પહેલા આ રોડનું નામ Bowne સ્ટ્રીટ હતું જે હવે ગણેશ મંદિર સ્ટ્રીટ તરીકે ઓળખાશે. આ રોડ પર ભગવાન ગણેશનું પ્રખ્યાત મંદિર છે જેની સ્થાપના દાયકાઓ પહેલા કરવામાં આવી હતી. આ ગણેશ મંદિર ન્યુ ઓફ ક્વીન્સ બરોમાં ફ્લશિંગમાં આવેલું છે. સ્થાનિક લોકો આ ગલીને ગમેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખતા હતા, પરંતુ હવે તેને સત્તાવાર બનાવી દેવામાં આવી છે. આ મંદિરની સ્થાપના 1977 માં કરવામાં આવી હતી અને ત્યારથી તે શ્રી મહાવલ્લભ ગણપતિ દેવસ્થાનમ તરીકે ઓળખાય છે. તેને ઉત્તર અમેરિકાનું પ્રથમ અને સૌથી જૂનું મંદિર માનવામાં આવે છે.

આ શેરીનું નામ બદલવાની જાહેરાત ક્વીન્સ બોરોના પ્રમુખ ડોનોવન રિચર્ડ્સે તેમના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કરી હતી. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું, “Bowne સ્ટ્રીટ હવે ગણેશ ટેમ્પલ સ્ટ્રીટ તરીકે ઓળખાશે.

અમેરિકી અધિકારીઓએ શેરીના નામ સાથે સંકળાયેલ એક મતદાનનું અનાવરણ કર્યું. આ પ્રસંગે વૈદિક મંત્રોના જાપ અને પુષ્પો અર્પણ સાથે આ શુભ કાર્ય કરવામાં આવ્યું હતું. પરંપરાગત રીતે શેરીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક હિન્દુઓમાં આજે ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો.

Facebook Comments Box

Videos

Our Partners