• મકાનના બેડરૂમમાં અચાનક આગ ફાટી નીકળતા ત્રણ જીવતા ભુંજાઈ ગયા
  • બનાવની જાણ ફાયર અને પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા
  • એક સાથે ત્રણ જનના મોત થતા નજીના વિસ્તારોમાં અરેરાટી ફલાઈ
  • પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ શરૂ કરી

WatchGujarat.અમરેલી  જિલ્લાના ધારી તાલુકાના ચલાલા શહેરમાં અતિશય કરુણ ઘટના સામે આવી છે. જેમાં રહેણાંક મકાનનાં બેડરૂમમાં અચાનક જ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગને લઈ બેડરૂમમાં રહેલી 3 વર્ષની માસુમ બાળકી તેની બહેન તેમજ માતા સહિત ત્રણ જીવતા ભૂંજાઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયર અને પોલીસનો કાફલો દોડી ગયો હતો. પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ, ચલાલા શહેરમાં આવેલી હરિધામ સોસાયટીના રહેણાંક મકાનના બેડરૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જો કે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચે તે પહેલા જ આસપાસના સ્થાનિકો અને પોલીસ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પણ આ પહેલા જ માતા અને તેની બે દીકરીઓ આગમાં ભડથું થઈ ગઈ હતી. જેને લઈને સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. તો મૃતકોના પરિવારમાંથી એકસાથે ત્રણ-ત્રણનાં ભોગ લેવાતા આક્રંદ છવાયો છે.

આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ 40 વર્ષીય સોનલબેન દેવમુરારી, 14 વર્ષીય હિતાલી અને 3 મહિનાની ખુશી તરીકે થઈ છે. હાલ પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરીને ત્રણેય મૃતદેહોને ચલાલા સિવિલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. જોકે રહેણાંક મકાનમાં કેવી રીતે અચાનક આગ ફાટી નીકળી? તેમજ આગ લાગી ત્યારે ઘરમાં કોઈ હતું કે કેમ ? તેમજ જો કોઈ હાજર હતું તો મૃતકોને બચાવવાની કોશિશ કેમ ન કરાઇ ? તે સહિતનાં મુદ્દે તપાસ હાથ ધરી છે. ત્યારે આગ લાગવા પાછળનું ચોક્કસ કરણ પણ પોલીસની ઊંડી તપાસ બાદ જ જાણી શકાશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud