• અમરેલી-ધારીગીર પૂર્વના તુલસીશ્યામ માર્ગ પર બે સિંહો રસ્તો રોકીને બેઠા હતા
  • જેને જોઇને વાહન ચાલકોએ વાહન રોકી દીધા હતા
  • વાહન ચાલકે આ અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા

WatchGujarat.શિયાળાનું ઋતુમાં સિંહને લટાર મારવાનું પ્રમાણ વધ્યું છે ખાસ કરીને રાજ્યમાં જૂનાગઢ અને અમરેલા વિસ્તારમાં અવાર-નવાર સિંહ રસ્તા પર નિકળી પડે છે.રાત્રીનાં સમયે નિકળતા પશુઓને શિકાર બનાવાના બનાવો વધ્યાં છે જ્યારે બીજી બાજુ ખેતરમાં કામ કરતાં ખેડૂતોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે.પરંતુ આ જ સિંહ દિવસે લટાર મારવા નિકળે તો લોકો જોઇને ખુશ થઇ જાય છે અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કરી લે છે. હાલમાં જ એક વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો છે જેમાં રોડ પર લટાર મારતા સિંહને લોકોએ કેમેરામાં કેદ કરી લીધા હતા.

મળતી માહિતી મુજબ અમરેલીમાં રોડ પર સિંહો લટાર મારતા કેમેરામાં કેદ થયા. અમરેલી-ધારીગીર પૂર્વના તુલસીશ્યામ માર્ગ પર બે સિંહો રસ્તો રોકીને બેઠા હતા. જેને જોઇને વાહન ચાલકોએ વાહન રોકી દીધા હતા.જેનો વિડીયો સોશિયલ મિડીયા પર ભારે વાયરલ થયો છે. વાયરલ થયેલા વિડીયોમાં જોઇ શકાય છે કે બે સિંહ રસ્તા પર બેઠા હતા ત્યારે રસ્તાની બન્ને બાજુથી આવતા વાહનો થોભી ગયા હતા અને કોઇ વાહન ચાલકે આ અદભુત દ્રશ્યો કેમેરામાં કેદ કર્યા હતા. જો કે રસ્તે પર ઉભેલા વાહનો જોઇને સિંહો પણ ઉભા થઇ ગયા હતા અને લોકો માટે રસ્તો ખાલી કરી આપ્યો હતો.ત્યારે આ રસ્તા રોકી બેઠેલા સિંહને જોઇને વાહન ચાલકોમાં કુતુહલ સર્જાયું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીનાં આ વિસ્તારમાં અનેક વખત સિંહ નિકળતા હોય છે પરંતુ મોટાભાગે સિંહ-સિંહણ અને ક્યારેક તેના બચ્ચાઓ સાથે જોવા મળતા હોય છે પરંતુ આ વખતે બન્ને સિંહ જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયુ હતુ અને આ દ્રશ્યો કેમેરામાં કેદ કરતા રોકી શક્યા ન હતા. મળતી માહિતી મુજબ એક સાથે બે સિંહ લટાર મારતા હોય તેવુ ભાગ્યે જ જોવા મળતુ હોય છે.માટે આ જંગલ વિસ્તાર તુલસીશ્યામ રોડ પર બે સિંહની લટાર મારતાનો વિડીયો સોશિયલ મિડીયા પર ભારે વાયરલ થઇ રહ્યો છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud