• નડીયાદ માતૃછાયા અનાથ આશ્રમ પાસેથી એક ત્યાજી દિધેલું બાળક મળી આવ્યું
  • બાળકની તબીયેત નાજુક જણાતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ લઈ જવાયું
  • બાળક આશરે દોઢ માસનું હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે
  • તરછોડાયેલા બાળકના જનેતાને સોધવા પોલીસની ચાર ટીમો કામે લાગી

WatchGujarat. ગુજરાત રાજ્યમાં માસુમ બોળકોને ત્યાજી દેવાના કિસ્સા રોજે રોજ બની રહ્યા છે. રાજ્યના કોઈના કોઈ છેડે નાના બાળકોને તરછોડી દેવાય છે. ત્યારે આવામાં વધુ એક કિસ્સો નડીયાદ શહેરમાથી સામે આવ્યો છે. જ્યાં નડીયાદના માતૃછાયા અનાથ આશ્રમ પાસેથી એક બાળક મળી આવ્યું હતું. ત્યાજી દિધેલ બાળકની હાલત ખરાબ હોવાથી તેને સારવાર અર્થે નડીયાદની હોસ્પિટલ ખાતે લઈ જવાયું હતું. પરંતુ બાળકની તબીયત વધુ નાજુક જણાતા તેના અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવાયુ હતું.

સમગ્ર મામલે મળતી માહિતી મુજબ, નડીયાદના માતૃછાયા અનાથ આશ્રમ પાસે કોઈ અજાણ્યો શખ્સ એક બાળકને મુકીને ફરાર થઈ ગયો હતો. આ વાતની અનાથ આશ્રમના સંચાલકોને જાણ થતા બાળકને તાત્કાલીક હોસ્પિટલ ખાતે લઈ જવાયુ હતું. અને બનાવ અંગે પોલીસને તથા બાળ સુરક્ષા વિભાગને જાણ કરી દેવામાં આવી હતી. બાળકને તરછોડી દેવાનો બનાવ બનતા સમગ્ર પંથકમા ચકચાર મચી જવા પામી હતી.

આ બાળકની ઉમર આશરે દોઢ માસનું હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ બાળકની તબીયેત હાલ નાજુક છે. અને તેને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. જેથી બાળકને વધુ સારવાર અર્થે અમદાવાદની યુ.એન મહેતા હોસ્પિટલ ખાતે લઈ જવાયુ હતું. બાળક ત્યાજી દેવાનો બનાવ બનતા નડીયાદ પોલીસ એકશનમાં આવી છે અને બાળકના જનેતાને સોધી કાઢવા ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

બાળકને ત્યાજી દેવાના બનાવો એક પછી એક બની રહ્યા છે. આ અગાઉ ગાંધીનગરના પેથાપુરમાંથી એક બાળકને તરછોડી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં મામલાની તપાસ દરમિયાન બાળકની માતાની હત્યા કર્યા બાદ તેને તરછોડી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે હવે આ નડીયાદના બનાવમાં તરછોડાયેલા બાળક મામલે કેવો ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud