• રાજ્ય સરકારની ઓનલાઈન મળતી સેવાઓમાં હવે એફિડેવિટમાંથી મુક્તિ
  • આગામી 10 જાન્યુઆરીથી આ નિર્ણયનો અમલ કરવા સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું
  • રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે લોકોના રૂપિયા અને સમયની પણ બચત થશે
  • અરજદાર દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા ચકાસવા એફિડેવિટ લેવામાં આવતી હોય છે

WatchGujarat. કોઈ પર સરકારી કામ કરાવવા માટે લોકો પાસે એફિડેવિટ મેળવવામાં આવતા હોય છે. અત્યારસુધી ઓનલાઈન મળતી સરકારી સેવાઓ માટે પણ લોકોને એફિડેવિટ કરાવવાની ફરજ પડતી હતી. પરંતુ આગામી 10 જાન્યુઆરીથી નાગરિકોને ઓનલાઈન મળતી સેવાઓ માટે એફિડેવિટમાંથી મુક્તિ આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગેનું જાહેરનામું સામાન્ય વહીવટ વિબાગ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઈન, મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર તથા ડિજિટલ સેવાસેતુના માધ્યમથી આપવામાં આવી રહી છે. તેમજ આ સેવા વધુ સરળ રીતે લોકોને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાવમાં આવનાર છે. તેના કારણે જ અરજદાર દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા ચકાસવા એફિડેવિટ લેવામાં આવતી હોય છે, પરંતુ લોકોને તકલીફ નહીં પડે તે માટે કાયદા કે નિયમમાં જરૂરી નહીં હોય તે સિવાયની તમામ એફિડેવિટમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ એફિડેવિટની કામગીરી રદ કર્યા બાદ લોકો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવશે. તેમાં પણ જાતિના દાખલા, ક્રિમિલેયરના દાખલા જેવી સેવાઓ માટે હવેથી એફિડેવિટ લેવાને બદલે સેલ્ફ ડિક્લેરેશન જ લેવાનું રહેશે.

આ નિર્ણય બાદ ખોટા કામ થવાની પણ શક્યતા છે

નોંધનીય છે કે એફિડેવિટની કામગીરી રદ કરવાના નિર્ણયના કારણે ખોટા કામ થવાની પણ શક્યતા છે. જોકે ખોટું સેલ્ફ ડિક્લેરેશન કરનાર સામે ગુનો દાખલ કરીને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. જેમાં ખોટી એફિડેવિટ કરનાર સામે આઈપીસીની કલમ 171, 191 અને 199 મુજબ કાયદાકીય કાર્યવાહી થશે.

રાજ્ય સરકારના આ નિર્ણયથી હવે લોકોના રૂપિયા અને સમયની પણ બચત થશે

ગુજરાત સરકારના આ નિર્ણયથી હવે નાગરિકોના રૂપિયા અને સમયની પણ બચત થશે. કારણ કે એક એફિડેવિટ રજૂ કરવા માટે સામાન્ય રીતે 300થી 350 રૂપિયા સુધીની વસૂલાત કરવામાં આવતી હોય છે. એક અંદાજ મુજબ એક નોટરી પાસે રોજના 30થી લઈને 50 સુધીની નોટરી કરવામાં આવતી હોય છે. મીડિયા અહેવાલ મુજબ સુરતમાં હાલ 800થી 1000 નોટરી હોવાના કારણે 1500થી વધુ એફિડેવિટ અલગ અલગ કારણોસર કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. જો કે, હવે ઓનલાઈન એફિડેવિટમાંથી મુક્તિ અપાતા લોકોનો ટાઈમ અને પૈસા બંનેની બચત થઈ શકશે. તેમજ સરળતાથી લોકોના કામ ઓનલાઈન થઈ શકશે. રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકોમાં ખુશીનો માહોલ છે.

Facebook Comments Box

Videos

Our Partners