તારાપુર MGVCL ના ક્લાસ-1 અધિકારી લાંચના ગુનામાં હલવાયા
વિજ કનેક્શન આપવામાં વાંધા ઉથાવી, કનેક્શનના બદલે લાંચની માંગણી કરી હતી
આણંદ એસીબીની ટીમે લાંચ્યા અધિકારીને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડ્યા
WatchGujarat. તારાપુર વલ્લી ગામે કમળની ખેતીને લઈ વીજ કનેક્શન આપવા માટે વાંધા ઉઠાવી MGVCLના ક્લાસ-1 અધિકારીએ કનેક્શનના બદલે રૂ. 2 લાખ લાંચ પેટે માંગ્યા હતા. જો કે આ મામલે એસીબી એકશનમાં આવી હતી અને છટકું ગોઠવી સમગ્ર મામલાને ઉજાગર કર્યો હતો.
આ મામલે મળતી વિગત અનુસાર, તારાપુર વલ્લી ગામે ફરિયાદી જમીન ભાડે રાખી કમળની ખેતી કરતા હતા. જેથી ખેતી વિષયક વીજ કનેક્શન મેળવવા તેઓએ તારાપુર મધ્ય ગુજરાત વીજ કંપની લી. ખાતે જરૂરી પુરાવા સાથે અરજી કરી હતી. જે અરજીની સાથે તેમને જરૂરી ફી પણ ભરી હતી. આ અરજીના અનુસંધાને દિલીપકુમાર મગનભાઇ વસૈયા, (નાયબ ઇજનેર, વર્ગ- ૧ MGVCL મધ્ય ગુજરાત વિજ કંપની લિમીટેડ, તારાપુર પેટા વિભાગીય કચેરી, તારાપુર, જી.આણંદ)એ સ્થળની મુલાકાત કરેલ અને કનેકશન આપવા માટે અલગ-અલગ વાંધા ઉઠાવી વિજ જોડાણ નહીં મળી શકે તેની નોટીસ આપી હતી.
ત્યારબાદ ફરિયાદી તે નોટીસને લઈ MGVCL ના અધિકારી દિલીપકુમારને રૂબરૂ મળતા તેઓએ જણાવેલ કે, વીજ કનેકશન મળવા પાત્ર નથી પરંતુ વીજ કનેકશન જોઇતુ હોય તો તમારે વ્યવહાર કરવો પડશે અને રૂ. 2 લાખ આપવા પડશે. આ મુદ્દે થોડી ચર્ચા અને રકજક થયા બાદ અંતે રૂ.60 હજાર નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ આ પૈસા ફિયાદી આપવા માંગતા ન હતા. તેના કારણે તેઓએ આણંદ એસીબીને ફરિયાદ આપી હતી.
આ ફરિયાદના આધારે એસીબીએ લાંચ્યા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. એસીબીએ તારાપુર MGVCLની વિભાગીય કચેરીમાંજ છટકું ગોઠવ્યું હતું. આ દરમ્યાન દિલીપકુમારે ફરિયાદી સાથે લાંચને લઈ વાતચીત કર્યા બાદ રૂપિયા સ્વિકારતાજ એસીબીની ટીમ ઘસી આવી હતી. અને તેઓને રંગે હાથો લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબીએ તેઓને ડીટેઈન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.