રાજ્યના વન વિભાગ દ્વારા ત્રણ બ્રીડિંગ સેન્ટર્સ ઊભા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો
માનવો અને પશુઓ વચ્ચે અથડામણના બનાવો રોકવા માટે પહેલીવાર આવો પ્રયાસ કરાયો
આ બ્રીડિંગ સેન્ટર્સમાં જંગલી મરઘાં, સસલાં તથા હરણ પ્રજાતિના પ્રાણીઓ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવશે
પ્રત્યેક સેન્ટર માટે પથી 10 હેક્ટર જમીન ફાળવાશે
WatchGujarat. રાજ્યમાં અનેક વાર માનવો અને ઢોરઢાંકર પર હિંસક પશુઓ દ્વારા હુમલાના બનાવો સામે આવતાં હોય છે. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના વન વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાં રાની પશુઓના ખોરાક માટે પહેલીવાર ત્રણ બ્રીડિંગ સેન્ટર્સ બનાવવામાં આવશે.
પ્રાપ્ત વિગતો અનુસારા ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં હિંસક પશુઓ દ્વારા માણસોને ફાડી ખાવાના 116 કિસ્સા સામે આવ્યાં છે. આ સિવાય માણસોને ઈજા કરવાના 679 બનાવો જોવા મળ્યા છે. તેમજ ઢોરઢાંકરને ખાઈ જવાના કે તેને ઈજા પહોંચાડવાના 21,273 જેટલા બનાવો બન્યાં છે. ઉલ્લેખનીય છે કે ખાસ કરીને સિંહ તથા દીપડો જેવા હિંસક પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવ વસતિમાં આવી જતાં હોય છે. જેના કરાણે હિંસક પશુઓ દ્વારા હુમલાની ઘટનાઓ બનતી હોય છે.
મહત્વનું છે કે દિપડો અને સિંહ જેવા હિંસક પ્રાણીઓ માનવ વસ્તિમાં ન આવે અને જંગલમાં જ રહે તે માટે વન વિભાગ દ્વારા રાજ્યમાં ત્રણ બ્રીડિંગ સેન્ટર્સ બનાવવામાં આવશે. હિંસક જનાવરોને પૂરતો ખોરાક મળી રહે તે માટે રાજ્યના વન વિભાગે આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઈએ કે આ ત્રણ બ્રીડિંગ સેન્ટર્સમાં જંગલી મરઘાં, સસલાં તથા હરણ પ્રજાતિના પ્રાણીઓ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવશે.
નોંધનીય છે કે રાજ્યમાં કદાચ પહેલીવાર આ પ્રકારનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટની મળતી વિગતો અનુસાર જંગલી મરઘાં માટે ભાવનગર જિલ્લામાં, સસલાં માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં તથા હરણ પ્રજાતિના પ્રાણીઓ માટે સાબરકાંઠા જિલ્લામાં બ્રીડિંગ સેન્ટર ઊભા થશે. જેમાં દરેક સેન્ટર માટે પથી 10 હેક્ટર જમીન ફાળવવામાં આવશે. આ બ્રીડિંગ સેન્ટરો માટે આશરે 31 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. જેમાં મરઘાં સેન્ટર માટે રૂ. 6 લાખ અને સસલાં-હરણ પ્રજાતિ પ્રાણીઓના સેન્ટર્સ માટે રૂ. 13-13 લાખ ફાળવવામાં આવશે.
હિંસક પશુઓ દ્વારા માનવ-ઢોર ફાડી ખાવાના બનાવોના છેલ્લા પાંચ વર્ષના આંકડા
વર્ષ માનવ મૃત્યુ-માનવ ઈજા-ઢોર મૃત્યુ-ઈજા
2016-17 19 113 4209
2017-18 17 75 3429
2018-19 19 136 3218
2019-20 28 159 5162
2020-21 33 196 5255
કૂલ 116 679 21273
- રાજ્યના વન વિભાગ દ્વારા ત્રણ બ્રીડિંગ સેન્ટર્સ ઊભા કરવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો
- માનવો અને પશુઓ વચ્ચે અથડામણના બનાવો રોકવા માટે પહેલીવાર આવો પ્રયાસ કરાયો
- આ બ્રીડિંગ સેન્ટર્સમાં જંગલી મરઘાં, સસલાં તથા હરણ પ્રજાતિના પ્રાણીઓ વધુ પ્રમાણમાં ઉત્પન્ન કરવામાં આવશે
- પ્રત્યેક સેન્ટર માટે પથી 10 હેક્ટર જમીન ફાળવાશે