• કેશરોલ ગામે દોઢ વર્ષથી રાજસ્થાની ઢાબા ઉપર રહેતા મેવાતી મેકેનિક સાથે ગેંગની 2 મહિના પહેલા મુલાકાત, પેહલા દિવસે ઓલપાડમાં ભારે ભરખમ ATM ન ઊંચકાયુંને ઢાબા પર પરત ફર્યા
  • બીજા દિવસે ગેંગના 2 સાગરીતોએ બાઇક ઉપર અંકલેશ્વરમાં ATM ની કરી રેકી

WatchGujarat. હરીયાણાની મેવાતી ગેંગે ભરૂચ તાલુકાના કેશરોલ ગામે રાજસ્થાની ઢાબા ઉપર 5 દિવસ પેહલા ATM ચોરીનો પ્લાન ઘડી, દહેજમાં માસ્ટર કી બનાવી બોલેરો પીકઅપ ચોરી, ઓલપાડમાં પેહલા દિવસે ભારે ભરખમ ATM ના ઉચકાતા, બીજે દિવસે 2 સાગરીતોએ બાઇક ઉપર અંકલેશ્વરમાં રેકી કર્યા બાદ રાતે અંકલેશ્વર હાઇવે ઉપર 9 મિનિટમાં જ ₹4.27 લાખ ભરેલું ATM ચોરી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. LCB પોલીસે ઢાબા ઉપર દોઢ વર્ષથી રહેતા અને મિકેનિકનું કામ કરતા એક આરોપીને પકડી લીધો છે.

અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર નવજીવન હોટલ નજીક હીટાચી કંપનીના ATM મશીનની ચોરી કરનાર ગેંગને વહેલી તકે ઝડપી પાડી આરોપીઓનું પગેરૂ શોધી કાઢવા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર, એલ.સી.બી. , એસ.ઓ.જી. , પેરોલ ફર્લો સ્કોવોર્ડ તથા સ્થાનિક પોલીસને સુચના આપી હતી.

LCB PI જે.એન. ઝાલાના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવાઈ હતી. ગુનાવાળી જગ્યાની વીઝીટ કરી , બનાવથી અવગત થઇ , CCTV સર્વેલન્સ , હ્યુમન ઈન્ટેલીજન્સ , ટેકનિક્લ સર્વેલન્સથી વર્કઆઉટ કરી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા . દરમ્યાન લોકલ ક્રાઇમ બ્રાંચ ભરૂચની ટીમને હ્યુમન ઈન્ટેલીજન્સ આધારે ચોક્ક્સ બાતમી મળી હતી કે, અંકલેશ્વર ATM મશીન ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી એક આરોપી ભરૂચ થી દહેજ જતા રોડ ઉપર કેશરોલ ગામ નજીક આવેલ રાજસ્થાની ઢાબા ખાતે છે.

રાજસ્થાની ઢાબા 2 વરસથી રહેતા હરિયાણાની મેવાતી ગેંગના સલીમ હનીફ શેરખાંન મેવાતી પકડી લેવાયો હતો. આરોપીએ પુછપરછમાં પોતાના મળતીયાઓ સાથે અંકલેશ્વર ATM મશીન ચોરી તથા જોલવા ( દહેજ ) ખાતેથી પીક – અપ ફોરવ્હીલ ચોરી તેમજ ઓલપાડ નજીક ATM મશીન ચોરી કરવાના પ્રયત્નના ગુનાની કબુલાત કરી હતી. જેની પાસેથી ATM તોડી ચોરેલા રૂપીયા પૈકીના રોકડા 9000, અંગ ઝડતીના રોકડા 9500, વાહન ચોરી કરવા બનાવેલી L & KEY અને મોબાઈલ કબ્જે કરાયો છે. જ્યારે ઇર્ષાદ તથા બીજા અન્ય મેવાતી ગેંગના સભ્યોને વોન્ટેડ જાહેર કરાયા છે.

ચોરી કર્યા બાદ ATM ને ગેસ કટરથી કાપી નદીમાં ફેંકી દીધું

હરિયાણાની મેવાતી ટોળકીએ ATM મશીનને ગેસ કટરથી કાપી નદીના પાણીમાં ફેંકી દીધું હોવાની હકિકત તપાસ દરમ્યાન જણાઇ આવેલ છે. આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા આરોપીને સોંપવામાં આવેલ છે. આ કામના આરોપીઓએ ગુજરાત પ્રદેશમાં અન્ય એ.ટી.એમ.સેન્ટરોને નિશાન બનાવેલ છે કે કેમ, તથા અન્ય કોઇ વ્હીકલ ચોરીઓમાં સંડોવાયેલ છે કે કેમ. તેની તપાસ સાથે અન્ય આરોપીઓને પકડવા PSI પી.એસ.બરંડા, એ.એસ.ચૌહાણ, વાય.જી.ગઢવી સહિતના PI ઝાલા સાથે ટીમવર્કથી કામગીરી કરી રહ્યાં છે.

Facebook Comments Box

Videos

Our Partners