GIDC ચિત્રકૂટ બંગ્લોઝ પાસે મોર્નિંગ વોક ઉપર દંપતી નીકળ્યું હતું
રસ્તાની બહારની તરફ ચાલતા પતિના ગળામાંથી ચેઇન આંચકવાની સમગ્ર ઘટના નજીકના CCTV માં કેદ
WatchGujarat. અંકલેશ્વર GIDC માં વિસર્જનની સવારે મોર્નિંગ વોક ઉપર નીકળેલા દંપતી પૈકી પતિના ગળામાંથી બાઇક ઉપર આવેલા 2 ગઠિયાઓએ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો. CCTV માં કેદ થયેલી સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
https://youtu.be/y3gEPlyrSaw
અંકલેશ્વર GIDC માં આવેલા ચિત્રકૂટ બંગલોઝ નજીક રવિવારે સવારે પતિ-પત્ની મોર્નિંગ વોક કરી રહ્યા હતા. પત્નીની બાજુમાં પતિ રોડ સાઇટ તરફ ચાલી રહ્યા હતા. દરમિયાન પાછળથી એક બાઇક ઉપર 2 યુવાનો આવ્યા હતા. પતિના ગળામાં રહેલી ચેઇન તફડાવવાનો બાઇક પાછળ બેસેલા યુવાને પ્રયાસ કર્યો હતો. જોકે ચેઇન સ્નેચિંગ નહિ થતા બાઇક ચાલક યુવાને વાહન પુર ઝડપે હંકારી દીધું હતું.
પતિ બાઇક ચાલકો પાછળ દોડ્યો પણ હતો પણ તેઓ હાથમાં આવ્યા ન હતા. સમગ્ર ઘટના નજીકમાં લગાવેલા CCTV માં કેદ થઈ ગઈ હતી. દંપતીએ બાઇકનો નંબર પણ નોંધી લીધો હતો. જોકે સાંજ સુધી આ અંગે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી. સવારે બાઇક ઉપર આવેલા 2 ગઠિયાઓના નિષફળ ચેઇન સ્નેચિંગના પ્રયાસના CCTV ફુટેઝનો વિડીયો વાયરલ થયો હતો ત્યારે અંકલેશ્વર જીઆઇડીસીમાં પોલીસ પેટ્રોલિંગ વધારી ચેઇન સ્નેચરોને ઝડપી પાડે તે જરૂરી બન્યું છે.