• ગાસ્કેટમાંથી SO2 સલ્ફર ડાયોક્સાઇડ ગેસ લીકેજ થતા ઘટના
  • કંપનીની પાછળ અન્ય કંપનીમાં ચાલી રહેલા કન્સ્ટ્રક્શનના 6 કામદારોને ગેસની અસર થતા કામદારોને સારવાર હેઠળ ખસેડાયા

WatchGujarat. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ અમલ લિમિટેડ કંપનીમાં રાસાયણીક પ્રક્રિયા દરમ્યાન ગાસ્કેટમાંથી ગેસ લીક થતા કંપનીની પાછળ ચાલી રહેલા અન્ય કંપનીના કન્સ્ટ્રકશનનું કામ કરતા 6 જેટલા કામદારોને ગેસની અસર થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ગેસ લિકેજથી કામદારોમાં દોડધામ મચી ગઇ હતી.

વર્ષ 2021 ના છેલ્લા દિવસે જ ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગેસ લિકેજની ઘટના ઘટતા અફરાતફરી મચી ગઇ હતી. અંકલેશ્વર જીઆઇડીસીની અમલ લિમિટેડ કંપનીમાં શુક્રવારે રાસાયણીક પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમ્યાન ગાસ્કેટમાંથી સલ્ફર ડાયોક્સાઇડ નામનો ગેસ લીક થયો હતો.

હવાની દિશાના કારણે ગેસ કંપનીના પાછળના ભાગે વછૂટ્યો હતો. જેના પગલે અમલ કંપનીના પાછળના ભાગે આવેલા ટેગરોસ કંપનીમાં કન્સ્ટ્રકશન નુ કામ કરતા રાહુલ શર્મા ,બિસ્વાલ ભગીરથી ,રાજુ ઠાકોર ,ધર્મેન્દ્ર કુમાર સહીત અન્ય 2 કામદારોને ગેસની અસર થઇ હતી. ગેસની અસરથી સ્વાસ્થ્ય જોખમાયેલ 6 કામદારો ને સારવાર અર્થે જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ ની જાણ થતા ફેકટરી એન્ડ હેલ્થ વિભાગ લની ટિમ અને જીઆઇડીસી પોલીસનો કાફલો દોડી આવી તપાસ હાથ ધરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners