• ભરૂચમાં કોરોનાને કેવી રીતે રોકી શકાશે… એક તરફ જનતા અને બીજી તરફ જનપ્રતિનિધિઓના મેળવડા
  • સહિયારી સાવધાની અને સલામતી નહિ રાખીએ તો ફરી મહામારી માટે નિમિત્ત આપણે જ હોઈશું

WatchGujarat. ભરૂચ જિલ્લામાં કોરોના ફરી બેકાબુ બની રહ્યો છે ત્યારે સાવધાની હટતા હવે કોરોના સરકારી કચેરીમાં પણ પોહચી ગયો છે. અંકલેશ્વરના મામલતદાર હાર્દિક બેલડીયા કોરોના સંક્રમિત થતા સારવાર અર્થે સ્વાસ્તમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મામલતદાર  લોકલ સંકમણનો ભોગ બન્યા હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

જિલ્લામાં ગુરૂવારે 8 કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ કુલ એક્ટિવ કેસનો આંકડો 22 એ પોહચી ગયો છે. ત્યારે સરકારી તંત્ર, જનપ્રતિનિધિઓ અને પ્રજા જાગૃત થઈ જિલ્લાને ત્રીજી લહેરના ભરડામાં જતા અટકાવે તે જરૂરી બન્યું છે. ભરૂચ જિલ્લામાં હાલ જાણે મેળાવડા અને ઉત્સવોની મોસમ જામી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. તંત્ર, જનપ્રતિનિધિઓ અને જનતા કોરોના સંભવિત ખતરાની અનદેખી કરી રહી હોય તેવા દ્રશ્યો બહાર આવી રહ્યાં છે.

સરકારી ગાઈડલાઈન જ નેવે મૂકી થતી ઉજવણી ભરૂચ જિલ્લાને ફરીથી મહામારીની મુસીબતમાં મૂકી શકે છે. માગશર મહિનાના છેલ્લા ગુરૂવારે કોઠા પાપડીના મેળામાં હજારોની મેદની ઉમટી પડી હતી.

બીજી તરફ હાલ ચાલતા નદી ઉત્સવની પૂર્ણાહુતિએ પણ તંત્ર અને લોકપ્રતિનિધિઓ પણ માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કર્યા વગર હજારોની સંખ્યામાં ઉજવણી કરવા ઉમટી પડ્યા હતા. ઉત્સવો, ઉજવણીઓ અને આવી રીતે જ મેળાવડા ચાલ્યા કર્યા તો આપણે કોરોનાની ત્રીજી લહેરના જવાબદાર ખુદ જ બની જઈશું.

Facebook Comments Box

Videos

Our Partners