સજોદ ગામની સીમમાં આવેલા જેટકો કંપનીના 66 કેવી સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું
કમ્પાઉન્ડમાં રહેલ આઇસોલેટર 27 બ્લેડો અને જમ્પર સહિતનો સમાન ચોરી જતા વીજ કંપનીને ઝટકો
પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી
WatchGujarat. અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામની સીમમાં જેટકો કંપનીના દ્વારા બનાવવામાં આવેલ 66 કેવી સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવી આઇસોલેટર બ્લેડો અને કોપરના જંપર મળી કુલ ₹ 4.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
કમોસમી વરસાદ બાદ કાતિલ ઠંડીની અસર વચ્ચે જ્યાં જનજીવન પ્રભાવિત થયું હતું ત્યાં હવે તસ્કરો સક્રિય થયા છે. તસ્કરોએ ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન જેટકોના સબસ્ટેશનને નિશાન બનાવી ₹5 લાખનો ઝાટકો પહોંચાડયો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં કમોસમી વરસાદ બાદ પડી રહેલ ઠંડીને પગલે ચોરીની ઘટનાઓમાં પણ વધારો થયો છે. અંકલેશ્વર શહેર અને તાલુકામાં તસ્કરોને મોકળું મેદાન મળ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાનાં સજોદ ગામની સીમમાં જેટકો કંપનીનું 66 કેવી સબ સ્ટેશન આવેલું છે. જે સબ સ્ટેશનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.
બનાવની મળતી વિગતો અનુસાર તસ્કરોએ દીવાલવાળા કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. અને અંદર ખુલ્લામાં પડેલા આઇસોલેટર બ્લેડો નંગ 27 અને કોપર ફ્લેક્જિબલ જંપર મળી કુલ 4.95 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે જેટકો કંપનીના અધિકારીએ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.