• વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું : ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલ
  • ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો
  • ત્રિદિવસીય મેગા એક્સપોમાં 250 થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે

WatchGujarat. વાયબ્રન્ટ સમિટ થકી ગુજરાત દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે, વડાપ્રધાનએ શરૂ કરેલા વાયબ્રન્ટ ગુજરાતની પહેલથી ગુજરાતના વ્યવસાય – વેપારને નવી દિશા મળી છે તેમ રાજ્યના ઉદ્યોગ મંત્રી જગદીશ પંચાલે અંકલેશ્વર ખાતે 12 માં એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોનું ઉદધાટન કરતાં જણાવ્યું હતું.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા આયોજિત 12મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો 2022 ના ઉદઘાટન કાર્યક્રમ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલ , અંકલેશ્વર – હાંસોટના ધારાસભ્ય ઇશ્વર પટેલ, AIA પ્રમુખ રમેશ ગાભાણી, પ્રવીણ તેરૈયા સહિતના ઉપસ્થિત રહયા હતા. મંત્રી જગદીશ પંચાલે ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશન રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું.

માઈક્રો , સ્મોલ , મીડીયમ અને લાર્જ ઈન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એકસપોર્ટ અને હાયર મેન્યુફેચરીંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને AIA  આનંદપુરા ટ્રોફી મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ એઆઈએ ઈન્ડસ્ટ્રીઝ ડીરેક્ટરી 2022 નું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.એ.આનંદપુરા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી મંત્રી જગદીશ પંચાલે અંકલેશ્વર ખાતે એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પોના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ – ઉધોગોને અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો છે , હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉધોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે.

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ રમેશ ગાબાણીએ ઇન્ડસ્ટ્રીયલ સેમીનાર અંગે અને એકસ્પોના ચેરમેન પ્રવિણભાઇ તેરૈયાએ એકઝીબીશનની વિસ્તૃત માહિતી આપી હતી. મેગા પ્રદર્શનની અંદર નાના મોટા થઇને 250 થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ , કેમિકલ્સ , પોલીમર્સ , એગ્રીકલ્ચર , પેસ્ટીસાઇડસ , ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ , એન્જીનીયરીંગ , ટુલ્સ એન્ડ મશીનરી , પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટસ , પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ , ઇલેકટ્રીકલ્સ એન્ડ ઇલેકટ્રોનીકસ , જેવા ઉધોગોમાં ઉપયોગી મશીનરીને લગતાં એકઝીબીટરોએ ભાગ લીધેલ છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud