અંકલેશ્વરમાં GPCB, પુરવઠા મામલતદાર અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ
જીપીસીબી અને પુરવઠા મામલતદાર દ્વારા સેમ્પલ લઈ કલેક્ટર તેમજ પંચાયત વિભાગની કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો
જવલનશીલ કેમિકલ રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર વેસિલિન ટ્રેડિંગ અને ઉત્પાદન કરવામાં આવતું હતું
વેસલીન બનાવવા તમામ પરવાનગી લીધી હોવાનો દાવો
WatchGujarat. અંકલેશ્વરના પીરામણ ગામની હેપ્પી રેસિડન્સી બિન અધિકૃત પેટ્રોલિયમ પ્રોડક્ટ વડે વેસેલીન બનાવતા હોવાની ફરિયાદને લઇ તંત્ર દોડતું થઇ ગયું હતું. જીપીસીબી, પુરવઠા મામલતદાર અને પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જીપીસીબી અને પુરવઠા મામલતદાર દ્વારા સેમ્પલ લઈ જિલ્લા કલેક્ટર તેમજ પંચાયત વિભાગની કાર્યવાહી કરવા રિપોર્ટ કરાયો છે. જવલનશીલ કેમિકલ રહેણાંક વિસ્તારમાં મંજૂરી વગર વેસિલિન ટ્રેડિંગ અને ઉત્પાદન કરવામાં આવતું હતું.
પીરામણ ગામની હદમાં અંકલેશ્વર શહેરને અડી ને આવેલી હેપ્પી નગર વિસ્તારમાં પેટ્રોલિયમ જ્વલનશીલ પદાર્થ વડે વેસેલીન બનાવી તેમજ ટ્રેડિગ કરવામાં આવી રહ્યું હતું જેમાં રહેણાંક મકાનમાં સ્ટોર કરવામાં આવેલ જથ્થામાંથી તીવ્ર વાસ આવતી હોવાની ફરિયાદ પાડોશી સલીમ પટેલ દ્વારા જીપીસીબી, પુરવઠા મામલતદાર અને અંકલેશ્વર શહેર પોલીસ મથકે કરી હતી. જે આધારે તમામ ટીમ સ્થળ પર દોડી આવી હતી.
મકાન સંચાલક ઈરફાન ભાઈને બોલાવી ગોડાઉન ખોલાવ્યું હતું. જેમાં વેસેલીનમાં વપરાતા પેટ્રોલિયમ કેમિકલ સહીત વેસેલીન જથ્થો મળી આવ્યો હતો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ માંથી આવેલ અલ્પાબેન વસાવા તેમજ શૈલેષભાઈ પટેલે વધુ તપાસ હાથ ધરી છે તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. તો પુરવઠા મામલતદાર દ્વારા પણ પંચકેશ કરી જરૂરી સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત અંકલેશ્વર શહેર પોલીસે પણ સ્થળ તપાસ કરી એફ.એસ.એલ ને રિપોર્ટ કરવા માટે જાણ કરી કાર્યવાહી આરંભી હતી.
જોકે ઈરફાન ભાઈ એ તેમની પાસે તમામ મંજૂરી હોવાનું તેમજ પાડોશી દ્વારા ખોટી રીતે કનડગત કરવામાં આવી રહી છે ની કેફિયત વ્યક્ત કરી હતી. તમામ તપાસ અધિકારીએ વેસિલિન હોવાના પુરાવા આપ્યા છે. મહિના પહેલા જ અમદાવાદ રહેવા આવ્યો છું અને અહીં લાવ્યો છું છૂટક વેસેલીન વેચાણ કરી રહ્યા હતા અમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
પાડોશી એવા ફરિયાદી સલીમ પટેલ એ જણાવ્યું હતું કે, અંદરની તીવ્ર વાસ આવતી હોવાથી જ્વલનશીલ પેટ્રોલિયમ હોવાની શંકા ને લઇ જીપીસીબી, પુરવઠા મામલતદાર અને પોલીસ ને જાણ કરી છે. રહેણાંક વિસ્તારમાં લોકો જીવના જોખમે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર ગતિ વિધિ કરાઈ રહી છે. આરોગ્ય સામે ખતરો રહેતા ફરિયાદ કરી છે. જીપીસીબીના પ્રાદેશિક અધિકારી આર.આર.વ્યાસ એ જણાવ્યું હતું કે રહેણાંક વિસ્તારમાં હોવાથી જિલ્લા કલેક્ટર ને પંચાયત સંબંધિત પગલાં લેવા તાકીદ કરવામાં આવી છે. અને સેમ્પલ લઇ જરૂરી કાર્યવાહી કરાઈ રહી છે.