• દેશની અતિ પ્રદુષિત નદી આમલાખાડીમાં પુનઃ પ્રદૂષણ માફિયાઓ ઝેર છોડ્યું
  • ભંગાર માર્કેટમાંથી અત્યંત ઘટ લાલ રંગનું કેમિકલ પાણી ઠલવાયું
  • આમલાખાડી પાસે કોઝવે પરથી કેમિકલયુક્ત પાણીનો ધોધ વહેવાની સાથે ફીણના ગોટેગોટા બન્યા
  • કાપોદ્રા માર્ગ પર આવેલા ભંગાર માર્કેટ પાસે દિનેશ મિલ નજીક તો મુંગા પશુના શબ પણ ખાડીમાં નજરે પડ્યા
  • GPCB અને NCT ની ટીમે સર્ચ શરુ કર્યું , સરકારના નદી ઉત્સવની ઉજવણી કેટલી સાર્થક પર્યાવરણપ્રેમીઓએ ઉઠાવ્યા સવાલો

WatchGujarat. એક તરફ નદી ઉત્સવની ઉજવણી અને બીજી તરફ અંકલેશ્વરમાં પ્રદુષણની રેલમછેલ આમલાખાડીમાં જોવા મળી હતી. દેશની અતિ પ્રદુષિત નદીમાં આવતી આમલાખાડીમાં પુનઃ પ્રદૂષણ માફિયાઓએ ઝેર છોડ્યું હતું.  ભંગાર માર્કેટમાંથી અત્યંત ઘટ લાલ રંગનું કેમિકલ પાણી છોડાયું હતું. આમલાખાડી પાસે કોઝવે પરથી કેમિકલ યુક્ત પાણીનો ધોધ વહેવાની સાથે ફીણના ગોટેગોટા જોવા મળ્યા હતા.

અંકલેશ્વર પાસેથી વહેતી આમલાખાડીમાં લાલ કલરનું પ્રદુષિત પાણી સોમવારે પુનઃ એકવાર વહેતુ નજરે પડ્યું હતું. સરકારે સફાઇ, લોકજાગૃતિના નામે નદી ઉત્સવની ઉજવણી  શરૂ કરી છે. કેન્દ્ર સરકારે જ શિયાળુ સંસદ સત્રમાં જવાબમાં ગુજરાતમાં નર્મદા નદી, આમલાખાડી, અને અમરાવતી ખાડી સહિત કુલ મળીને 20 નદીઓ પ્રદુષિત બની હોવાનું જણાવ્યું હતું. આ વચ્ચે આ પૈકી એક નદી એવી આમલાખાડીમાં પુનઃ એકવાર લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી જાહેરમાં વહેતુ નજરે પડ્યું હતું.

અત્યંત ઘટ રંગ નું લાલ રંગનું કેમિકલ યુક્ત પાણી માંથી આમલાખાડી પર પીરામણ બ્રિજ પાસે ઉભા કરેલા આડબંધ પર થી ઓવર ફ્લો થઇ વહેતુ જોવા મળ્યું હતું. જે માંથી નીકળતા ફીણ ને લઇ હવા માં ફીણ ના ગોટેગોટા પણ ઉડતા નજરે પડ્યા હતા.  કાપોદ્રા રોડ પર આવેલ વિવિધ ભંગાર માર્કેટ માંથી આ પ્રદુષિત કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું હોવાનું ખુલ્યું હતું. જે કેમિકલ યુક્ત પાણી માં ભંગાર માર્કેટ પાસે દિનેશ મિલ નજીક તો મુંગા પશુ ના શબ પણ ખાડી માં નજરે પડ્યા હતા.

આ ઉપરાંત અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેલા વરસાદી કાંસ લાલ અને પીળા રંગનું કેમિકલ યુક્ત પાણી નજરે પડ્યું હતું.  ઘટના અંગે અંકલેશ્વર GPCB ને જાણ કરતા તેઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી.  જીપીસીબી અને NCT ની મોનીટંરીગ ટીમે સર્ચ શરુ કર્યું હતું. જેમાં ભંગાર માર્કેટ તરફ અને એસેટ તરફથી આવતા પાણીના નમૂના પણ લેવાયા હતા. ભંગાર માર્કેટ પાસે આમલાખાડી માં તેમજ તેને જોડાતી કાંસમાં મુંગા પશુ પણ મૃત હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાના પગલે સરકારના નદી ઉત્સવની ઉજવણી કેટલી સાર્થક તેવા સવાલો પણ ઉઠ્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud