સ્ફુલથી છૂટી વિદ્યાર્થી એક્ટિવા પર મિત્રને બેસાડી ઘરે જતા અન્ય સ્કૂલની તૂફાન ગાડીની પાછળ એક્ટિવા ઘુસી ગઇ
CCTV આવ્યા સામે, વિધાર્થીઓ સ્કૂલથી છૂટી જાણે રેસ લગાવી રહ્યાં હોય તેમ પુરપાટ મોપેડ હંકારી એકમેકને ઓવરટેક કરી રહ્યાં હતાં
16 વર્ષના સગીરને વાહન ચલાવવા આપવું જોખમી અને કાયદા વિરૂદ્ધ
WatchGujarat. સગીરના હાથમાં સ્કૂટર આપવું કેટલું જોખમી છે તેના CCTV અંકલેશ્વરમાંથી સામે આવ્યા છે. અંકલેશ્વરનો ધો. 10 નો વિદ્યાર્થી સ્કૂલથી છૂટી મિત્રને પાછળ બેસાડી પોતાની એક્ટિવા ઉપર જાણે અન્ય વિધાર્થીઓ સાથે રેસ લગાવી જતો હતો તેમ સ્કૂલ વાનને ઓવરટેક કરવા જતાં અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો.
અંકલેશ્વરની અક્ષર વાટિકા પાસે શનિવારે ધોરણ 10 માં અભ્યાસ કરતા 16 વર્ષના પ્રથમ લીમ્બાચીયા અને જયેશ પંચાલની એકટીવાને અકસ્માત નડ્યો હતો. જેમાં પોદાર સ્કૂલની પીળા રંગની તુફાન ગાડીને ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાતા બન્ને વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા હતા.
પ્રથમને ગંભીર ઇજા સાથે સરદાર પટેલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હયો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટના અંગે મૃતક પ્રથમ લીમ્બાચીયાના પિતા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોદાર સ્કૂલની પીળી ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
અકસ્માતની આ ઘટનાના હવે CCTV સામે આવ્યા છે. જેમાં બાળકો પોતાની મોપેડ લઇ પુરપાટ પસાર થતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે સ્કૂલ વાન પણ નજરે પડે છે. સગીર વિધાર્થીઓ એકબીજા વચ્ચે રેસ ચાલી રહી હોય એમ વાહન હાંકરતા CCTV માં નજરે પડે છે.
પ્રથમ પણ એક્ટિવા લઈ તુફાન ગાડીને ઓવરટેક કરવા જતાં સ્કૂલ વાનની પાછળ એક્ટિવા અડી ગયું હતું. જેમાં એક્ટિવા મોપેડ સવાર પ્રથમ એ બેલેન્સ ગુમાવતા તે રોડ પર ધડાકા ભેર પટકાયો હતો. ઘટનાના CCTV જોતા શાળાએ જતા બાળકોને મોપેડ આપવું કેટલું યોગ્ય તેવા સવાલ ઉભા થયા છે.
https://twitter.com/WatchGujarat/status/1449349403949481986?t=jMtBYw3FIqzGB1OcD_5bzA&s=08
બાળકો પુરપાટ નીકળવાની કોશિષમાં રીતસરની રેસિંગ કરી રહ્યા હોવાનું માલુમ પડે છે. ખાસ કરી દીવા રોડ પર રોજ રેસના આવા દ્રશ્યો ઉભા થઇ રહ્યા છે. ગાડી પુરપાટ ઓવર ટેક સહીત વિદ્યાર્થીઓની રફતાર ની સવારી જોવા મળી રહી છે. જે અંગે સ્થાનિક લોકો ખુદ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની ગાડીની ઝડપ જોતા રોડ ક્રોસ કરવામાં પણ સ્થાનિકોને ડર લાગે છે.
વાલીઓ દ્વારા બાળકોને મોપેડ આપવુ જોઈએ કે નહિ તેના સવાલ સાથે શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓ મોપેડ કે બાઈક ન લાવવા માટે સર્ક્યુર્લર કરવો જોઈએ. પરિવારના વહાલસોયા દિકરા -દિકરી આ રીતે તેમના ભણવા ની અને કારકિર્દીના અગત્ય ના વર્ષ માં અકાળે મોત કે ગંભીર ઇજા ના ભોગ બને તે યથા યોગ્ય નથી. આ માટે વાલી અને શાળા બંને એ મનોમંથન કરવાની જરૂર છે. તો પોલીસ દ્વારા પણ આ માર્ગ પર શાળા છૂટવાના સમયે પોઇન્ટ ગોઠવી બાળકોની રફતારની સવારી પર કાબુ લવાઈ તે જરૂરી બન્યું છે.
- સ્ફુલથી છૂટી વિદ્યાર્થી એક્ટિવા પર મિત્રને બેસાડી ઘરે જતા અન્ય સ્કૂલની તૂફાન ગાડીની પાછળ એક્ટિવા ઘુસી ગઇ
- CCTV આવ્યા સામે, વિધાર્થીઓ સ્કૂલથી છૂટી જાણે રેસ લગાવી રહ્યાં હોય તેમ પુરપાટ મોપેડ હંકારી એકમેકને ઓવરટેક કરી રહ્યાં હતાં
- 16 વર્ષના સગીરને વાહન ચલાવવા આપવું જોખમી અને કાયદા વિરૂદ્ધ