• વેકેશન હોવા છતાં 15 વર્ષની સગીરને શાળાએ બોલાવી રસ્તા પર પોતાની કાર ઉભી રાખી, ગામના પાટિયા પાસે છોડી દેવાનું કહ્યું
  • ઓલપાડ તરફ કાર હંકારી મૂકી, રસ્તાની બાજુમાં ઉભી રાખી કારમાં જ કર્યા અડપલાં, ઘરે કોઈને કહ્યું તો શાળામાંથી કાઢી મુકવાની આપી ધમકી
  • અંકલેશ્વર તાલુકા પોલીસે આચાર્ય સામે શારીરિક અડપલાં, બીભત્સ માંગણી, ધમકી અને પોસ્કો હેઠળ ગુનો નોંધ્યો

WatchGujarat. દિવાળી બાદ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ, રેપ વિથ મર્ડર, શારીરિક અડપલાં સહિતની ઘટનાઓ ચિંતાજનક રૂપે સામે આવી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ આમોદના સરભાણ ગામેથી કિશોરી ઉપર રેપ વિથ મર્ડરની ઘટના બહાર આવ્યા બાદ અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે.

અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન્દ્ર ઘડિયાળીએ ધો. 10 માં અભ્યાસ કરતી 15 વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના ડાયરા આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કરતા પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી 15 વર્ષીય સગીરા સજોદ ગામની સાર્વજનિક શાળામાં ધોરણ-10માં અભ્યાસ કરે છે. જે વિદ્યાર્થીનીને શાળાના આચાર્ય વીરેન્દ્ર ઘડિયાળીએ દિવાળી વેકેશન હોવા છતાં શુક્રવારે સવારે ગણિતના ડાયરા આપવા બોલાવી હતી. છાત્રા સ્કૂલે પોહચતા આચાર્ય હાજર નહિ મળતા વિદ્યાર્થીની પરત પોતાના ઘરે જઇ રહી હતી. તે દરમિયાન રોડ ઉપર આચાર્ય પોતાની ફોર વ્હીલ ગાડી લઈ આવ્યો હતો.

વિદ્યાર્થીની ને પટાવી ફોસલાવી તેણીના ગામના બસ સ્ટેન્ડ ખાતે છોડી જાવ તેમ કહી કારમાં બેસાડી હતી. જે બાદ વિદ્યાર્થીનીનું ગામ આવતા તેણીએ ગાડી ઉભી રાખવા કહેતા લંપટ આચાર્યએ કાર ગામના બસ સ્ટેન્ડ પાસે નહિ થોભાવી ઇરાદાપૂર્વક હાંસોટ તરફ હંકારી દીધી હતી.

હાંસોટથી ઓલપાડ બાજુ બે ત્રણ કિમી દૂર લઈ જઇ રોડની બાજુમાં ગાડી ઉભી કરી સગીર વિદ્યાર્થીની સાથે કારમાં જ શારીરિક અડપલાં કરી જાતીય સતામણી કરી તેની પાસે વિભતસ માંગણી કરી હતી. જોકે વિદ્યાર્થીની એ ઇનકાર કરતા તેને ગામ પાસે છોડી આ વાત કોઈને કહી તો સ્કૂલમાંથી કાઢી મુકવાની ધમકી આપી આચાર્ય ફરાર થઈ ગયો હતો.

બનાવ અંગે તાલુકા પોલીસ મથક ખાતે ધો.10ની વિધાર્થીનીએ શનિવારે રાતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આચાર્યને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners