• મધ્યપ્રદેશના પીથમપુર નજીકથી આ મર્સિડીઝ કાર બિનવારસી હાલતમાં મળતા પોલીસની મદદથી અંકલેશ્વર લવાઈ
  • દેવદિવાળીની રાતે તસ્કરોએ એક સાથે 3 મકાનને નિશાન બનાવ્યા

WatchGujarat. અંકલેશ્વર GIDC વિસ્તારમાં એક જ રાત્રીના 3 જેટલા મકાનને નિશાન બનાવી ₹35 લાખ ઉપરાંતની મત્તા પર હાથફેરો કરી તસ્કરો મર્સીડીઝ બેન્ઝમાં સવાર થઈ ફરાર થઈ ગયા હતા. દુબઈ ફરવા ગયેલા પત્રકાર અને ઉદ્યોગપતિની ચોરી થયેલી મર્સીડીઝ દોઢ મહિના બાદ 408 KM દૂર મધ્યપ્રદેશના પીથમપુર નજીકથી બિનવારસી મળી આવી છે.

અંકલેશ્વર માનવ મંદિર પાસે હરિદ્વાર પારસ કો.ઓ.સોસાયટી ખાતે રહેતા પત્રકાર અને ઉદ્યોગકાર ચેતન મોદી પરિવાર સાથે દિવાળીમાં દુબઈ ફરવા ગયા હતા. દરમિયાન તસ્કરોએ દેવદિવાળીની રસ્તે તેમના બંધ મકાન સહિત 3 ઘરોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો પત્રકારના ઘરમાં પ્રવેશ કરી ઘરમાં રહેલા લોખંડના કબાટમાંથી નાની તિજોરી કિંમત રૂપિયા 16 હજાર અને અંદર રહેલા 30 હજાર રૂપિયા રોકડા તેમજ એક લેપટોપ અને પિગીબેન્કના 30 હજાર તેમજ ડ્રોવરના 11000 રૂપિયા મળી 1.02 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી હતી.

તસ્કરો ઘરમાં રહેલી નાની તિજોરી ઉપરાંત અંદરથી ₹30 લાખની કિંમતની મર્સિડીઝ બેન્ઝ ગાડીની ચાવી લઇ આવી મર્સીડીઝ બેન્ઝ ગાડીની પણ સાથે ચોરી કરી ફરાર થઇ ગયા હતા.પોલીસે ડોગ સ્કોર્ડ, એફ.એસ.એલ તેમજ ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટની મદદથી તપાસ આરંભી હતી. જોકે તસ્કરોના કોઈ સુરાગ મળી આવ્યા ન હતા.

દરમિયાન અંકલેશ્વરથી 408 કિલોમીટર દૂર આવેલા મધ્યપ્રદેશના પીથમપુર નજીકથી આ મર્સિડીઝ કાર બિનવારસી હાલતમાં મળી આવી હતી. ત્યાંની સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી મૂળ માલિકની શોધખોળ કરતા તેઓને અંકલેશ્વરના ચેતન મોદીનો નંબર મળી આવ્યો હતો. જેની આ અંગેની જાણ કરતા તેઓ આ કાર પોલીસની મદદથી પરત લઇ આવ્યા છે.

Facebook Comments Box

Videos

Our Partners