• જોકે તેમની પાસેથી મળેલી ડાયરીમાં હેન્ડરાઇટિંગ એક્સપોર્ટ અને FSL નો રિપોર્ટ હજી આવ્યો નથી
  • ધો. 10 ની વિદ્યાર્થીનીએ શારીરિક અડપલાં કર્યાની ફરિયાદ નોંધાવ્યાના 5 દિવસ બાદ આચાર્યનો મૃતદેહ ચાવજ રોડ ઉપર પગુથણ ગામે વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળ્યો હતો

WatchGujarat. ભરૂચ-ચાવજ રોડ પર પગુથણ ગામે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્યના મળી આવેલા મૃતદેહમાં પી.એમ. રિપોર્ટમાં આપઘાત કર્યા હોવાની વિગતો સામે આવી છે.

અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના 49 વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર ધો.10 ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જેના પાંચ દિવસ બાદ ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથણ ગામે વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમને આત્મહત્યા જ કરી હોવાની હાલ પુષ્ટિ થઈ રહી છે. જોકે ઘટના સ્થળેથી મળેલી તેમની ડાયરીમાં લખેલા લખાણ અંગે હેન્ડ રાઇટિંગ એક્સપોર્ટ અને FSL ના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.

આચાર્યની વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં મળેલી લાશમાં હાલ તો પી.એમ. રિપોર્ટ મુજબ તેઓ સામે છાત્રાએ નોંધાવેલી છેડતીની ફરિયાદ બાદ બદનામી અને સજાના ડરથી જીવન ટૂંકાવ્યું હોવાનું સમર્થન મળી રહ્યું છે. પણ ડાયરીમાં લખેલા લખાણ તેઓના જ છે કે નહીં તેની પણ સત્યતા તપાસવા સી ડિવિઝન પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud