GIDC ની એમી એન્જિનીયરિંગ કંપની સહિત જીતાલી ગામની યોગી એસ્ટેટની ઓફિસને નિશાન બનાવી
બંને ચોરીની ઘટનાના CCTV ફૂટેજના આધારે પોલીસે 5 તસ્કરોની તપાસ હાથ ધરી
દિવાળી તહેવારો ટાણે તસ્કરો હવે ઉજાણી કરવા સક્રિય થયા છે, અંકલેશ્વરમાં એક કંપની અને એક ઓફિસમાં ઘુસેલા તસ્કરો રોકડા, સમાન મળી કુલ ₹3.76 લાખની ચોરી કરી ગયા હતા. બન્ને સ્થળે ચોરીમાં તસ્કરો CCTV માં કેદ થઈ ગયા હતા
WatchGujarat. અંકલેશ્વરના જીતાલી ગામ નજીક આવેલી યોગી એસ્ટેટ એસ્સાર ઇન્સ્યુલેશન ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી રોકડા ₹3.06 લાખ અને એટીએમ કાર્ડ સહિતના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
https://youtu.be/a2Ps-GwL5gM
અંકલેશ્વર GIDCના સરદાર પાર્ક વિસ્તારમાં આવેલ નીલકંઠ કોમ્પ્લેક્ષમાં રહેતા વેપારી સુનિલકુમાર ઠકપ્પન સૂબાદ્વાની જીતાલી ગામ નજીક આવેલ યોગી એસ્ટેટ ખાતે એસ્સાર ઇન્સ્યુલેશન ઓફિસ આવેલ છે. જે ઓફિસને ગત સોમવારે રાતે તસ્કરોએ નિશાન બનાવી હતી. તસ્કરોએ ઓફિસના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. અને કબાટમાં રહેલા રોકડા રૂપિયા તેમજ 2 એ.ટી.એમ. તેમજ ડિજિટલ સિગ્નેચર મળી કુલ ₹3.06 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરીની ઘટનાને અંજામ આપનાર બુકાનીધારી 2 જેટલા તસ્કરો અંદર લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા છે. જી.આઈ.ડી.સી.પોલીસે ચોરી અંગેનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધારી છે. બીજી ઘટનામાં અંકલેશ્વર GIDC માં આવેલી એમી એન્જિનીયરિંગ કંપનીને તસ્કરોએ નિશાન બનાવી લોખંડનો સામાન મળી ₹70000 ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે ચોરીની ઘટના પણસીસીટીવીમાં કેદ થઈ છે.
અંકલેશ્વર જી.આઇ.ડી.સીની મુક્તિ ચોકડી પાસે પ્લોટ નંબર-723 ખાતે આવેલ એમી એન્જિનીયરિંગ કંપનીને મંગળવારે વહેલી સવારે તસ્કરોએ કંપનીને નિશાન બનાવી હતી. તસ્કરો કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કમ્પાઉન્ડમાં રહેલા એસએસની લોખંડની શાપ્તિંગ મળી અંદાજિત 70 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. કંપનીમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપનાર 3 જેટલા તસ્કરો અંદર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે નીતિનભાઈ પંચાલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે અરજી કરી છે. પોલીસે તેઓની ફરિયાદ નોંધી સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધારી છે.