ઉમરપાડાના રાણી કુંડ ગામે કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી
3 મિત્રોને ઇજાઓ થતા હાલ સારવાર હેઠળ છે
WatchGujarat. ઉમરપાડા તાલુકાના રાણી કુંડ ગામના પાટીયા પાસેના જોખમી ટર્નિંગમાં કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા થયેલા ગમખ્વાર અકસ્માતમાં 2 યુવાનો કાળનો કોળિયો બની જતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 3 મિત્રોને ઇજાઓ થતા હાલ સારવાર હેઠળ છે.
વાલીયા ગામની સરદાર નગર સોસાયટી ખાતે રહેતા કુલદીપસિંહ રામસિંહ દેવધરા અને તેમના મિત્ર હાર્દિકકુમાર રમેશભાઈ શાહ રહે વાલીયા ગામ હાઉસિંગ બોર્ડ સોસાયટી આ બંને મિત્રો અંકલેશ્વર ગયા હતા. અન્ય તેમના મિત્રો સાગરસિહ હિમ્મતસિંહ ચાવડા રહે. ભરૂચી નાકા અંકલેશ્વર, હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર રહે. સંજયનગર, બી.એસ.એન.એલ ઓફિસ સામે અંકલેશ્વર તેમજ સુમિત નટવરભાઈ ચાવડા રહે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ અંકલેશ્વર. આ 5 મિત્રો ભેગા થયા હતા ત્યારે હનુમાન ઉર્ફે તેજસ બાવિસ્કરે મિત્રો ને જણાવવાનું કે આપણે ઉમરપાડા તાલુકાના કેવડી ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં જવાનું છે. જેથી તમામ મિત્રો તૈયાર થયા હતા અને કુલદીપસિંહ રામસિંહ દેવધરાની માલિકીની મારુતિ સુઝુકી બ્રિઝા ગાડીમાં સાંજના સમયે અંકલેશ્વર વાલિયા થઈ ઉમરપાડા તાલુકાના કેવડી ગામે લગ્ન પ્રસંગમાં પહોંચ્યા હતા.
મોડી રાત સુધી લગ્ન પ્રસંગની મજા માણી પાંચ મિત્રો કારમાં રાત્રિના બે વાગ્યે અંકલેશ્વર જવા માટે નીકળ્યા હતા ત્યારે રાણી કુંડ ગામના જોખમી ટર્નિંગ પાસે કાર ચલાવી રહેલ હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર ઉંમર વર્ષ 32 નાઓ એ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો.
કાર માર્ગની બાજુમાં ડિવાઈડર રેલિંગ સાથે ભટકાતા 7 થી 10 ફૂટ જેટલી ઊંચાઇએ થી 4 થી 5 વખત પલ્ટી કારે મારી ગઈ હતી. આ સમયે બાઇક ચાલક રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તેણે રાત્રીના સમયે અકસ્માતગ્રસ્ત કારની લાઈટો જોઈ હતી તેમજ ઇજાગ્રસ્તો કણસતા હોવાનું સંભળાયું હતું. જેથી રાણી કુંડ પાટિયા પાસે નજીક ના ખેતરમાં ઝૂંપડું બનાવીને રહેતા ખેડૂત રાજેશભાઈ નરસિંહભાઈ વસાવા રહે. ગોદલીયા ગામને જગાડી તેઓ અકસ્માતગ્રસ્ત કાર પાસે ગયા હતા.
આ સમયે અન્ય લોકોની પણ મદદ તેમણે માંગી હતી અને કારમાં ફસાયેલા ત્રણેય મિત્રોને ઇજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢ્યા હતા જ્યારે બે મિત્રો હનુમાન ઉર્ફે તેજસ સુરેશભાઈ બાવિસ્કર અને સુમિત નટવરભાઈ ચાવડાનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને બોલાવી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાની વ્યવસ્થા કરી હતી.
જેમાં હાર્દિક રમેશભાઈ શાહ ને કમરના ભાગે ઇજાઓ થઇ હતી જેને હાલ અંકલેશ્વર થી વડોદરા ખાતે સારવાર માટે લઈ જવાયો છે ત્યાં તેની તબિયત સુધારા પર છે તેમજ સાગરસિંહ ચાવડાને ઇજા થઈ હતી. તેઓને અંકલેશ્વર ખાતે સારવાર આપવામાં આવી રહી છે જ્યારે કાર ના માલિક કુલદીપસિંહ રામસિંહ દેવધરાને સામાન્ય ઇજાઓ થઈ છે તેમણે આ ઘટનાના સંદર્ભમાં ઉમરપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
રાણી કુંડ ગામના પાટિયા પાસેના જોખમી ટ્રેનિંગમાં અત્યાર સુધીમાં અનેક અકસ્માતો થતાં લોકોએ જીવ ગુમાવ્યા
વાડી કેવડી માર્ગ પર રાણી કુંડ ગામના પાટિયા પાસે જોખમી ટર્નિંગ છે અને ઢાળ હોવાથી વાહનોની સ્પીડ વધી જતા ઘણીવાર આ સ્થળે અકસ્માતો થયા છે ભૂતકાળમાં એક જીપ પલટી મારી જતા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. આ પ્રમાણે સમય અંતરે અકસ્માતની ઘટના આ સ્થળે બનતી રહે છે ત્યારે અકસ્માતો નહીં સર્જાય તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવે તે જરૂરી બન્યું છે.