• અંકલેશ્વરની એસન્ટ સ્કૂલની મનમાની ધોરણ 1 અને 9 ના વર્ગો બંધ કર્યા
  • કોંગ્રેસ અને વાલીઓ આકરા પાણીએ, રજુઆત કરવા જતાં શાળાના દરવાજા બંધ કરાયા
  • સ્કૂલનો સોદો ચાલી રહ્યો હોય બિલ્ડરને વેચવાની ચાલતી પેરવીનો પ્રદેશ યુથ કોંગ્રેસના આગેવાનનો આક્ષેપ

WatchGujarat. જે વાલીઓને પોતાના છોકરાઓ માટે ગુજરાતમાં શિક્ષણ સારૂ લાગતું ન હોય તો તેઓ બીજા રાજ્યમાં કે દેશમાં ચાલ્યા જાય, શિક્ષણ મંત્રીના આવા ભાષણ ઉપર અંકલેશ્વરમાં ધોરણ 1 અને 9 ના એસન્ટ સ્કૂલે અચાનક બન્ધ કરેલા વર્ગોમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયાવાલાએ શું બીજા દેશમાં એટલે પાકિસ્તાન જતા રહીએ તેવો સવાલ ઉઠાવ્યો છે.

શિક્ષણ કાર્ય શરૂ થાય એ પેહલા જ અંકલેશ્વરની એસન્ટ સ્કૂલે વાલીઓને ફોનથી ધોરણ 1 અને 9 ના વર્ગો બંધ કરી રહ્યા હોવાની ટેલિફોનિક જાણ કરતા વાલીઓમાં દેકારો મચી ગયો છે.

અંકલેશ્વરની એસન્ટ સ્કૂલે ધોરણ 1 અને 9 ના વર્ગો બંધ કરવાની વાલીઓને ટેલિફોનિક જાણ કરતા સંતાનોના ભાવિને લઈ વાલીઓ ચિંતિત થઈ ગયા છે. ગુરૂવારે પ્રદેશ યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયાવાલાની આગેવાનીમાં વાલીઓનું ટોળું રજુઆત કરવા સ્કૂલ પર પોહચ્યું હતું. જોકે શાળાના દરવાજા બંધ કરી વાલીઓને પ્રવેશ અપાયો ન હતો.

છેલ્લી ઘડીએ વર્ગો બન્ધ કરવાની તઘલખી જાહેરાતને લઈ 150 થી વધુ વિદ્યાર્થીઓએ હવે નવી સ્કૂલમાં પ્રવેશ લેવાનો વારો આવ્યો છે. વાલીઓએ અન્ય વર્ગોની જેમ ધોરણ એક ના વર્ગો પણ ચાલુ રાખવા માંગ કરી છે.

તો યુથ કોંગ્રેસના સોયેબ ઝઘડિયા વાલા એ આક્ષેપ કર્યો હતો, કે જમીનના વધેલા ભાવોને લઈ ધીમે ધીમે વર્ગો બંધ કરી સ્કૂલ વેચવાની પેરવી ચાલી રહી છે. સંચાલકે હવે તેમની ઉંમર 71 વર્ષની થઈ ગઈ હોવાથી સ્કૂલ ચલાવી શકવા અક્ષસમ હોવાનો જવાબ આપી પોતાના હાથ ઊંચા કરી દીધા હતા.

બીજી તરફ વિકસિત ગુજરાતમાં શિક્ષણ મંત્રીએ આપેલા ભાષણનો પણ વિરોધ યુથ કોંગ્રેસના આગેવાને કર્યો હતો, શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, જો વાલીઓને ગુજરાતમાં પોતાના છોકરા માટે શિક્ષણ સારૂં લાગતું ન હોય તો તેઓ બીજા રાજ્ય કે દેશમાં જતા રહે. તો શું બીજા દેશમાં એટલે કે પાકિસ્તાન ચાલ્યા જાય તેવો સવાલ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને લઇ હવે જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક્ષેપ કરે તે જરૂરી બન્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners