• સુરતમાં દર રવિવારે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વીજકાપની જાહેરાત
  • રોજ બનતું ચાર કરોડ મીટર કાપડના ઉત્પાદન પર સીધી અસર થશે
  • સપ્તાહમાં એક દિવસ વીજકાપથી કાપડ ઉદ્યોગને કરોડોના નુકાસાનની દહેશત
  • કારીગરોને રોજેરોજ ચૂકવવામાં આવતા પગાર પર સીધી અસર પડશે

WatchGujarat. તાજેતરમાં સુરતમાં અઠવાડિયામાં એક દિવસ ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વીજકાપની જાહેરાત કરવામાં આવે છે. જેને પગલે કાપડ ઉદ્યોગકારોમાં દહેશતનો માહોલ જોવા મળ્યો છે. કારણ કે શહેરમાં અઠવાડિયામાં એક દિવસનો વીજકાપ કાપડ ઉદ્યોગને કરોડો રૂપિયામાં પડશે. વીજકાપના કારણે કાપડનું ઉત્પાદન અટકી જશે, અને તેની સીધિ અસર કારીગરોને રોજેરોજ ચૂકવવામાં આવતા પગાર પર થશે.

મીડિયા અહેવાલ મુજબ શહેરમાં દર રવિવારે ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વીજકાપ મુકવામાં આવશે. જેને પગલે વિવિંગ, યાર્ન, પ્રોસેસિંગ, ડાઈંગ, ટેકસ્ચ્યુરાઈ ઝર્સ, સ્પિનર્સ, નીટિંગને સૌથી વધુ અસર થશે. એટલું જ નહીં સૌથી વધુ નુકસાન કાપડ ઉદ્યોગને થશે. વીજકાપને લીધે સુરતમાં બનતા જ કરોડ મીટર કાપડનું ઉત્પાદન અટકી જશે. જ્યારે એક મહિનામાં ચાર રવિવારની જ ગણતરી કરવામાં આવે તો 16 કરોડ કાપડ મીટરનું ઉત્પાદન થશે નહીં. આ અંગે ફોગવાના પ્રમુખ અશોક જીરાવાલાએ મીડિયાને જણાવ્યું હતું કે, એક દિવસના વીજકાપની અસર સૌથી વધુ કાપડ ઉદ્યોગને પડવાની છે. તેમાં પણ સુરતના જ કાપડ ઉદ્યોગને કરોડો સરકાર દ્વારા તે અંગે ફેરવિચારણા રૂપિયાનું નુકસાન થવાનું હોવાથી કરવામાં આવવી જોઈએ.

કોરોના કાળ પછી કાપડ ઉદ્યોગની હાલત ધીમે ધીમે સુધરી રહી છે. તેવામાં એક દિવસનો વીજ કાપ મુકવામાં આવે તો પરિસ્થિતીમાં સુધારા થવાની ગતિ અટકી પડવાની શક્યતા નકારી શકાતી નથી. મહત્વનું છે કે  સચિન જીઆઈડીસીમાં આવેલા 2250 યુનિટ પૈકી 1500 યુનિટ તો રવિવારે બંધ જ થવાના છે. તેમાં એક યુનિટમાં ઓછોમાં ઓછું 25000ના નુકસાનની ગણતરી કરવામાં આવે તો 3.75 કરોડનુંં નુકસાન એક દિવસનું થવાની છે. જેથી મહિનાના ચાર દિવસની ગણતરી કરવામાં આવે તો 15 કરોડનું નુકસાન તો ફક્ત સચિન જીઆઈડીસીમાં જ થવાની વાત સચિન જીઆઈડીસીના આગેવાન મહેન્દ્ર રામોલિયાએ કરી છે.

જોકે આ નુકસાનની સીધી અસર ઉદ્યોગોમાં કામ કરતાં મજૂરોને પડશે. કારીગરોને રોજેરોજ ચૂકવવામાં આવતા પગાર પર સીધી અસર પડશે. જેથી કરોડો રૂપિયાના નુકસાનની ચિંતા અત્યારથી જ સતાવી રહી છે. આ અંગે વાત કરતાં ચેમ્બરની ડીજીવીસીએલ કમિટીના ચેરમેન મયુર ગોળવાલાએ મીડિયાને જણાવ્યુ હતું કે,  શહેરના કાપડ ઉદ્યોગ સહિતના ઉદ્યોગમાં વીજકાપની થનારી અસર અંગે સરકારમાં ચેમ્બરના માધ્યમથી રજુઆત કરીને વીજ કાપ અંગે ફેરવિચારણા કરવામાં આવે તેવી માંગ કરાશે.

Facebook Comments Box

Videos

Our Partners