• પેરા ઓપન ટુર્નામેન્ટ-2022માં સુંઢિયા ગામની વતની ભાવિના પટેલે મેડલ જીત્યો
  • ભાવિના પટેલે ગ્રુપ એકમાં મોખરાનું સ્થાન મેળવ્યું
  • આ ટૂર્નામેન્ટમાં ભાવિના પટેલની આગેકૂચ જારી

WatchGujarat.ઇજિપ્તમાં ચાલી રહેલી પેરા ઓપન ટૂર્નામેન્ટમાં મહેસાણાની યુવતીએ ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યુ છે. પેરા ઓપન ટુર્નામેન્ટ-2022માં મહેસાણા જિલ્લાની સુંઢિયા ગામની વતની ભાવિના પટેલે ભાગ લીધો છે. ગુજરાતની ટેબલ ટેનિસ સ્ટાર વિમેન્સ કલાસ-4 કેટેગરીમાં વિશ્વમાં આઠમા ક્રમની ભાવિના પટેલે ગ્રુપ એકમાં મોખરાનું સ્થાન મેળવ્યું છે.

મળતી માહિતી મુજબ ભાવિના પટેલે ઈજિપ્તની વફા મહિમ્મદ યુનિસ સામે વિજય મેળવ્યો છે. ઈજિપ્તમાં યોજાયેલી આ પેરા ટેબલ ટેનિસ સ્પર્ધામાં ભાવિના પટેલની આગેકૂચ જોવા મળી છે. આ અગાઉ પણ ભાવિનાએ સિલ્વર મેડલ મેળવી દેશનું નામ રોશન કર્યું હતું.

ઈજિપ્તમાં આ સ્પર્ધા યોજાઈ રહી છે અને આગામી 2 એપ્રિલ સુધી ટેબલ ટેનિસ ખેલાડીઓ પોતાનું કૌશલ્ય બતાવશે. સુંઢિયાની ભાવિના પટેલ પણ દેશને ગૌરવ અપાવે તેવી સંભાવના વ્યકત કરાઈ છે. 24 કલાકની અંદર જ ભાવિના પટેલના ઉત્કૃષ્ટ કૌશલ્યનું પરિણામ જાણવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બાર મહિનાની ઉંમરે પોલિયોનો ભોગ બનેલી ભાવિનાએ આ પહેલા ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો જેને ગુજરાત સરકારે 3 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. દીપા મલિક (રિયો પેરાલિમ્પિક્સ, 2016) પછી તે ગેમ્સમાં મેડલ જીતનારી બીજી ભારતીય મહિલા ખેલાડી બની હતી.

Facebook Comments Box

Videos

Our Partners