• ચુંટણીની કામગીરીમાં જોતરાયેલા સરકારી અધિકારીએ પોત પ્રકાશ્યુ
  • ઉમેદવારના ફોર્મ સામે વાંધા અરજી સંદર્ભે કાર્યવાહી કરવા માટે પૈસા માંગ્યા 
  • પૈસા આપવા ન માંગતા જાગૃત નાગરીકે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી
  • ફરિયાદના આધારે છટકું ગોઠવી લાંચિયા અધિકારીને રંગે હાથ પકડાયો

WatchGujarat. ચુંટણી ટાણે પણ લોભિયા સરકારી અધિકારીઓ પોતાનું પોત પ્રકાશવાનું છોડતા નથી. મહેસાણા ખાતે એક સરકારી અધિકારીએ ચુંટણી ફોર્મ વાંઘા અરજી બાદ મંજુર કરાવવાનો હુકમ આપવા માટે રૂ. 1 લાખની લાંચ માંગી હતી. પરંતુ શખ્સ લાંચ આપવા માંગતો ન હોવાને કારણે તેણે એન્ટી કરપ્શન બ્યુરોને સમગ્ર માલમે જાણ કરી હતી. એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને સહકારી અધિકારી રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.

ઘટના અંગે પ્રાપ્ત વિગત અનુસાર, રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટ ગ્રેડ-1 વર્ગ – 3 (દુધ) જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી મહેસાણા ખાતે ફરજ બજાવે છે. હાલ રાજ્યમાં પાલીકા અને જિલ્લા – તાલુકા પંચાયતની ચુંટણીઓની તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન તેઓને ચુંટણીની ફરજમાં મુકવામાં આવ્યા હતા. તેઓ ચુંટણીમાં ફોર્મ ચકાસણીની કામગીરી દરમિયાન વાંધા અરજી સંદર્ભે આગળની કાર્યવાહીનો હુકમ કરવા માટે લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા માંગતો ન હોવાને કારણે તેણે એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી.

એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરનાર જાગૃત નાગરીકને પત્નીએ હાલમાં જિલ્લા પંચાયતની 35-સવાલા સીટ ઉપર ઉમેદવારી નોંધાવી હતી. જેમાં પ્રતિસ્પર્ધીએ ફરિયાદીનાં પત્નીનું ફોમૅ રદ કરવા વાંધા અરજી આ હતી. જે વાંધાઓનો જાગૃત નાગરીકના પત્નીએ લેખીતમાં ખુલાસો કર્યો હતો.

ત્યાર બાદ  રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટે ફરિયાદીશ્રીના સંબંધીને જણાવ્યું હતું કે, ફરિયાદીના પત્નીનું ફોમૅ મંજુર કરી સાહેબ પાસે હુકમ કરાવવાના કામ માટે રૂ. એક લાખ રૂપિયા અલગથી તથા સાહેબના જુદા એ રીતે લાંચની માંગણી કરી હતી. સંબંધીએ ફરિયાદીને જાણ કરતા  તેઓ પોતે રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટ ને મળ્યા હતા . તેણે રૂબરૂમાં રૂ. એક લાખની માંગણી પોતાના માટે કરી હતી.

જો કે, જાગૃત નાગરીક સમગ્ર મામલે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. જેથી ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ આપતાં તંત્ર એક્શનમાં આવ્યું હતું. અને લાંચિયા સરકારી અધિકારીને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. વિશ્રામ ગૃહ, વિસનગર ખાતેથી છટકામાં લાંચિયો સરકારી અધિકારી રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટ રંગેહાથ પકડાયો હતો. એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ લાંચિયા રાજેન્દ્રકુમાર પ્રતાપજી બ્રહ્મભટ્ટની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud